________________
૨૦૯
વિજય મરચન્ટ ખાવાપીવામાં અને સવારે ચાલવામાં એટલો જ નિયમિત રહું છું. ત્રણ ત્રણ હુમલા પછી પણ હું આટલું કામ કરી શકું છું તેનું કારણ મારી ચીવટ છે.” તેઓ કહેતા કે ખાવાપીવામાં પણ તેઓ બહુ નિયમિત થઈ ગયા છે. કેટલાક સમયથી દાક્તરની સલાહ અનુસાર પાણી પીવાનું પણ તેમણે બંધ કરી દીધું હતું. શરીરને જરૂરી એટલું પાણી ફળ અને દહીંમાંથી તેઓ મેળવી લેતા. ઘરેથી બહાર જતી વખતે ટિફિનમાં પપૈયું અને દહીં સાથે જ રાખેલાં હોય. જયારે જરૂર પડે ત્યારે લઈ લેતા. - સ્વ. વિજયભાઈનાં અનેક સંસ્મરણો નજર સામે તરવરે છે. તેઓ પોતાના જીવનને સમૃદ્ધ અને સાર્થક બનાવીને ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org