________________
૨૨૫
જોહરીમલજી પારખ
સામે ઊભાં ઊભાં જ એમણે આહાર વાપરી લીધો. પછી એમાં જ પાણી લઈને
તે પી લીધું.
જોહરીમલજી વાહન અને એક વસ્ત્રના ઉપયોગ સિવાય અન્ય રીતે દિગંબર સાધુ જેવું જીવન જીવતા હતા. તેઓ જોધપુરના વતની પણ મુંબઈમાં રહેતા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ઘણી સારી પ્રેક્ટિસ ચાલતી હતી. શ્રીમંત હતા. ધીકતી કમાણી હતી. પત્ની-સંતાનો સાથે અત્યંત સુખી જીવન જીવતા હતા. મોટો ફ્લૅટ, ઑફિસ, મોટરગાડી બધું હતું. પરંતુ અંતરમાં ત્યાગ-વૈરાગ્ય ભારોભાર ભર્યાં હતાં. ઘરનાંની બધાંની સંમતિ લઈ લગભગ પચાસ વર્ષની વયે બધું છોડી દઈ સાધુ જેવું જીવન સ્વીકારી લીધું. પોતે સ્થાનકવાસી સંપ્રદાયના હતા, પરંતુ તેઓ બધા સંપ્રદાયોથી પર થઈ ગયા હતા. સાધુની જેમ તેમણે સ્નાનનો ત્યાગ કર્યો હતો. જાડી ખાદીનું પોતડી જેવું વસ્ત્ર પહેર્યું તે પહેર્યું. એ ફાટે નહિ ત્યાં સુધી બીજું વસ્ત્ર ધારણ કરવાનું નહિ. એમણે વાહનની છૂટ રાખી હતી, પરંતુ તે નિષ્પ્રયોજન નહિ કે માત્ર હરવાફરવા અર્થે નહિ, પણ ધર્મકાર્ય નિમિત્તે, જ્ઞાનના પ્રચારાર્થે કે ધાર્મિક સંમેલનો, પરિસંવાદો પૂરતી હતી.
મારે ઘરે થોડાક કલાક રોકાયા પછી એમણે પોતાના પુત્રને ફોન કર્યો. પિતાજી મુંબઈ આવ્યા છે એ જાણી તેઓ આનંદિત થઈ ગયા. તરત મોટરકાર લઈ તેડવા આવ્યા. જોહરીમલજીને વિદાય આપવા હું અને મારાં પત્ની નીચે ગયાં. જોહરીમલજી અમારી સોસાયટીના દરવાજામાં દાખલ થયા ત્યારે ચોકીદારે એમને અટકાવ્યા અને બેસાડી રાખ્યા. તેઓ વિદાય થયા ત્યારે મોટી મોટરકારમાં ગયા. સૌ વળીવળીને તેમને પગે લાગ્યા. એમને જોવા માટે આસપાસ ટોળું થઈ ગયું. આમ અપમાન અને બહુમાનની બંને સ્થિતિમાં એમની સમતા અને પ્રસન્નતા એવી જ રહી હતી.
જોહરીમલજી મેલું એક જ વસ્ત્ર અને તે પણ મોટી લંગોટી કે પોતડી જેવું પહેરે એથી મુંબઈ જેવા શહેરમાં તો તેઓ જ્યાં જ્યાં એકલા જાય ત્યાં ચોકીદારો એમને અટકાવે. સાથે કોઈ હોય તો કંઈ સવાલ નહિ. મુંબઈમાં એક શ્રેષ્ઠીએ એમને કહ્યું, ‘તમે મારે ત્યાં આવો ત્યારે એક સારી ધોતી પહેરીને આવો કે જેથી તમને કોઈ અટકાવે નહિ.' જોહરીમલજીએ કહ્યું કે, ‘તમને મળવાનો બીજો કોઈ રસ્તો વિચારીશું, પરંતુ મારા આચારમાં હું ફેરફાર નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org