________________
૨૨૪
વંદનીય હૃદયસ્પર્શ લખ્યો હતો ! તેઓ કેટલીક યોજનાની વિચારણા કરવા માટે મને મળવા ઇચ્છતા હતા, પરંતુ તેઓ કદાચ નહિ હોય કારણ કે ચોકીદાર કહે છે કે આ તો ભિખારી જેવો કોઈ માણસ છે.
હું દરવાજે પહોંચ્યો. અમે બંનેએ એકબીજાને ક્યારેય જોયા નહોતા. ચોકીદાર સાથે હું ગયો એ પરથી અનુમાન કરીને એમણે મને કહ્યું, ‘તમે ડૉ. રમણભાઈ શાહ? હું જોહરીમલ પારખ. જોધપુરથી આવું છું. મેં તમને એક પત્ર લખ્યો હતો અને તમે લખ્યું હતું કે મુંબઈ આવો ત્યારે જરૂર મળજો . એટલે હું તમને મળવા આવ્યો છું.”
જોહરીમલજીને જોતાં જ હું એમને ચરણમાં નમી પડ્યો. ચોકીદાર જોતો જ રહી ગયો. એણે માફી માગી. જોહરીમલજીએ હસતાં હસતાં કહ્યું, ‘ભાઈ, એમાં તારો વાંક નથી. મારો વેશ જ એવો છે કે માણસ મને ભિખારી કે ચોર જેવો ધારી લે.”
જોહરીમલજીને હું ઘરમાં લઈ આવ્યો. સોફા ઉપર એમણે બેસવાની ના પાડી. જમીન પર બેસી ગયા. મેં એમને લાકડાના ટેબલ પર બેસવા આગ્રહ કર્યો. તેઓ તેના પર બેઠા. જૈન સાધુના આચાર તેઓ પાળતા હતા. તેઓ દીક્ષિત થયા નહોતા, પણ સાધુજીવન ગાળતા હતા. મારો આ પહેલો પરિચય હતો.
તેઓ ઉઘાડે પગે હતા. ટૂંકી પોતડી પહેરી હતી. તે પણ ઘણી મેલી હતી. હાથમાં મુહપત્તી હતી. તે પણ મેલી હતી. એક મેલી થેલીમાં પ્લાસ્ટિકનું એક ડબ્બા કે ટંબલર જેવું વાસણ હતું. એમની સાથેની વાતચીતમાંથી મેં જાણી લીધું કે તેઓ મુંબઈ સેન્ટ્રલથી વાલકેશ્વરમાં મારા ઘર સુધી ચાલતા આવ્યા હતા. ભર ઉનાળામાં ઉઘાડા પગે ડામરના રસ્તા પર દસ ડગલાં ચાલતાં પણ પગ શેકાઈ જાય ત્યાં તેઓ ચારપાંચ કિલોમીટર ચાલતા આવ્યા હતા. ટેક્સી કે બસમાં કેમ ન આવ્યા ? કારણ કે પાસે પૈસા રાખતા નથી. એમણે જે કષ્ટ ઉઠાવ્યું તેથી હું અસ્વસ્થ થઈ ગયો. પણ તેઓ અત્યંત પ્રસન્ન હતા. ટ્રેન ચાર કલાક મોડી હોવાથી આવતાં તેમને મોડું થયું હતું. તેમણે સવારથી ભોજન લીધું નહોતું. અમે એમને ભોજન માટે વિનંતી કરી. ત્યારે ખબર પડી કે થાળીવાટકામાં તેઓ ભોજન લેતા નથી. પોતાના ટંબલરમાં એમણે થોડું ખાવાનું લીધું. ચારેક વાનગી બધી એકમાં જ લીધી. તે ભેળવીને એક ખૂણામાં દીવાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org