________________
મોરારજી દેસાઈ
૨૧૧ મોરારજીભાઈને ધારાસભાના સભ્ય તરીકે, કેન્દ્રના પ્રધાન તરીકે, નાયબ વડાપ્રધાન તરીકે અને વડાપ્રધાન તરીકેનો અનુભવ હતો. આટલા બધા પ્રકારનાં સત્તાસ્થાન પર રહેલી હજુ સુધી કોઈ એક વ્યક્તિ હોય તો તે મોરારજીભાઈ દેસાઈ છે. વળી, તેઓને બ્રિટિશ શાસનકાળ દરમિયાન બ્રિટિશ રાજયતંત્રમાં પણ ડેપ્યુટી કલેક્ટર, પ્રોવિન્શિયલ ઑફિસર, પર્સનલ એસિસ્ટન્ટ ટુ કલેક્ટર વગેરે પ્રકારનાં સત્તાસ્થાનોનો અનુભવ હતો અને આઝાદી પૂર્વે ૧૯૩૭માં જે હોમરૂલ પ્રાંતિક સરકારની રચના થયેલી તેમાં બાળાસાહેબ ખેર સાહેબ સાથે એમણે મહેસૂલ ખાતાના પ્રધાન તરીકે કામગીરી બજાવી હતી.
સરકારી સત્તાસ્થાનો ઉપરાંત કોંગ્રેસ પક્ષમાં પણ એમણે ગુજરાત પ્રદેશના કૉંગ્રેસના મંત્રી તરીકે, કારોબારી સમિતિના સભ્ય તરીકે, કામરાજ યોજના હેઠળ રાષ્ટ્રના અગ્રણી કાર્યકર નેતા તરીકે એમ વિવિધ પ્રકારની કામગીરી બજાવી હતી. મોરારજીભાઈએ ૧૯૩૦માં સાબરમતી જેલમાં, ૧૯૩૧માં નાસિક જેલમાં, ૧૯૩૩માં યરવડા જેલમાં, ૧૯૪૧માં સાબરમતીમાં અને યરવડા જેલમાં, ૧૯૪૨માં યરવડા જેલમાં અને આઝાદી પછી ઇન્દિરા ગાંધીના કટોકટીના શાસનકાળ દરમિયાન ૧૯૭પમાં સોહના જેલમાં રહીને જેલજીવનનો પણ ઘણો અનુભવ લીધો હતો. | મોરારજીભાઈ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા ત્યારે શ્રી જૈન યુવક સંઘની વસંત વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા. ત્યારે વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે મેં એમની આ બધી સિદ્ધિઓ દાખવતાં એવી ઇચ્છા અને આશા વ્યક્ત કરી હતી કે, “હવે એકમાત્ર રાષ્ટ્રપતિનું પદ મોરારજીભાઈને મળવું બાકી છે અને સક્રિય રાજકારણમાંથી તેઓ નિવૃત્ત થયા છે ત્યારે આ પદ પણ તેમને મળશે એવી આશા વ્યક્ત કરું છું.” પરંતુ મોરારજીભાઈને એ પદ મળ્યું નહિ. મળ્યું હોત તો રાષ્ટ્રની શોભા વધત. એટલું સારું થયું કે એમને પોતાની હયાતીમાં જ “ભારતરત્ન'નો ઈલ્કાબ મળ્યો હતો. પાકિસ્તાને પણ એમને સર્વોચ્ચ ઇલ્કાબ “નિશાને પાકિસ્તાન આપ્યો હતો. ભારતના દુશ્મન ગણાતા રાષ્ટ્રમાં પણ મોરારજીભાઈની સુવાસ કેવી હતી એની એ પ્રતીતિ કરાવે છે. ભારત અને પાકિસ્તાન એમ બંને રાષ્ટ્રોના સર્વોચ્ચ ઇલ્કાબ મેળવનાર એક મ. . --ક્તિ હોય તો તે મોરારજીભાઈ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org