________________
મોરારજી દેસાઈ
૨૧૭ ચાલતો હતો. પરંતુ તે અમલમાં મુકાતો ન હતો. કટોકટી દરમિયાન જેલ નિવાસમાં આ વિચારને અમલમાં મૂકવાની સારી તક મળી ગઈ.
આમ તો અન્નાહાર છોડી ફળાહાર તરફ વળવાની ઘટના બહુ મોટી ન ગણાય. પરંતુ તેની પાછળ બીજો હેતુ પણ રહેલો હતો. ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી અને જય પ્રકાશજી જેવા લોકનેતાને પણ જેલમાં પૂર્યા. તેમની સત્તાલોલુપતા અને કઠોરતા કેટલી બધી હતી તે જણાઈ આવતી હતી. પોતાની સત્તા ટકાવી રાખવા માટે જે વ્યક્તિ આવું કરે તે કઈ હદ સુધી ન જાય એ કહી શકાય નહિ. એટલે મોરારજીભાઈએ અન્નાહાર છોડી ફળાહાર સ્વીકાર્યો. એ નિર્ણય સમયોચિત હતો, કારણ કે ફળાહાર માટે મોરારજીભાઈએ એવો નિર્ણય કર્યો હતો કે પોતાને માટે લાવવામાં આવતાં ફળ બરાબર સારી રીતે જાતે જ ધોવાં. છરી પણ બે વખત જાતે જ ઘસી ઘસીને ધોવી. ફળ જાતે જ સુધારવા અને પહેલાં એક નાની કટકી ચાખી જોવી અને પછી જ ખાવું. આ બધું એમની અગમચેતી જ સૂચવતી હતી.
મોરારજીભાઈ રાજકારણના પુરુષ હતા. સક્રિય રાજકારણમાં જેમણે સફળ થવું હોય તેમણે દુનિયાભરમાં બનતી ઘટનાઓથી રોજેરોજ પરિચિત રહેવું જોઈએ. એ માટેનું મુખ્ય સાધન તે વર્તમાનપત્રો છે. મોરારજીભાઈએ જીવનભર રોજ સવારે દૈનિક છાપાંઓ વિગતવાર વાંચી જવાની પોતાની પ્રવૃત્તિને ક્યારેય છોડી ન હતી. બ્રિટિશ શાસન દરમિયાન જેલમાં પણ તેઓ છાપાંઓ નિયમિત વાંચતા. ઇન્દિરા ગાંધીના કટોકટીકાળ દરમિયાન પણ તેમણે છાપાંઓ વાંચવા માટે આગ્રહ રાખ્યો હતો અને જો પોતાને છાપાંઓ આપવામાં નહિ આવે તો તે પોતે ઉપવાસ પર ઊતરશે એવી ધમકી પણ આપી હતી અને તરત છાપાંઓ ચાલુ કરાવ્યાં હતાં. મોરારજીભાઈ આ પ્રવૃત્તિને લીધે જ હમેશાં માહિતીથી સુસજ્જ રહેતા. એને લીધે જ રાજકારણમાં કોઈ વ્યક્તિ એમની પાસેથી ગેરલાભ લઈ શકતી નહિ. આખા જગતના રાજકારણ વિશે તેઓ વાંચતા પરંતુ તેમાં નિર્ણય કે અભિપ્રાય સ્વતંત્ર રીતે વિચારીને જ આપતા. આથી જ દેશમાં કે વિદેશમાં પત્રકાર પરિષદ ભરાઈ હોય ત્યારે પત્રકારો મોરારજીભાઈને હંફાવે એના કરતાં મોરારજીભાઈ પત્રકારોને હંફાવે એવી ઘટના વધુ બનતી. પત્રકાર પરિષદમાં પણ મોરારજીભાઈની પ્રતિપ્રશ્નની શૈલી વધુ જાણીતી હતી. પત્રકારને સીધો ઉત્તર આપવાને બદલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org