________________
૨૧૬
વંદનીય હૃદયસ્પર્શ નહેરુ પછી મૌલાના આઝાદ અને ગોવિંદ વલ્લભ પંત હતા અને ચોથે સ્થાને મોરારજીભાઈ હતાં. મૌલાના આઝાદ અને ગોવિંદ વલ્લભ પંતનાં અવસાન થતાં મોરારજીભાઈ બીજે નંબરે આવ્યા. નહેરુને એ ગમ્યું નહિ, કારણ કે પોતે ન હોય ત્યારે મોરારજીભાઈ વડાપ્રધાન બને. નહેરુની ઇચ્છા પોતાની ગાદી ઇન્દિરાને સોંપવાની હતી. એટલે નહેરુએ “કામરાજ યોજના'ની ચાલબાજી ઊભી કરી અને પક્ષના સંગઠન માટે પોતે સત્તા પરથી નિવૃત્ત થાય છે એવો દંભ કરી પોતે સત્તા પર રહ્યા અને મોરારજીભાઈને દૂર કર્યા. ત્યારથી મોરારજીભાઈનાં વળતાં પાણી જણાયાં. પછી તો લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. છેવટે મોરારજીભાઈએ નાયબ વડાપ્રધાનનું પદ સ્વીકાર્યું. પરંતુ ગાંધીજીની જન્મશતાબ્દી પ્રસંગે હરિજનને રાષ્ટ્રપતિ બનાવવા અને એ પદ જગજીવનરામને આપવું એવો આગ્રહ ઇન્દિરા ગાંધીનો હતો અને એની સામે મોરારજીભાઈનો વિરોધ હતો કે જગજીવનરામ દસ વર્ષથી પોતાનો ઈન્કમ ટેક્સ ભરતા નથી. એવી વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવવામાં ભારતની લોકશાહીને લાંછન લાગશે, માટે સંજીવ રેડીને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. આ મુદ્દા ઉપર છેવટે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. મોરારજીભાઈનું નાણાખાતું ઇન્દિરા ગાંધીએ છીનવી લીધું અને છેવટે મોરારજીભાઈએ નાયબ વડાપ્રધાનનું પદ છોડ્યું. આ ઝઘડામાં રાષ્ટ્રપતિના પદ માટે ફાવી ગયા વી. વી. ગીરી.
મોરારજીભાઈ સ્વસ્થ રહેતા. પોતાને માટે જાગેલા ગમે તેવા વિવાદ વખતે પણ તેઓ પોતાની સમતુલા ગુમાવતા નહિ. પરંતુ પોતાના એ જ સગુણને તેઓ ક્યારેક નિષ્ફરતાની કોટિ સુધી લઈ જતા ત્યારે લોકોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા. સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન વખતે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન વખતે કે સુવર્ણધારાના વિરોધ સામે સોનીઓએ કરેલા આંદોલન વખતે મોરારજીભાઈની સમતુલા નિષ્ફરતામાં પરિણમી હતી એવો જે આક્ષેપ થાય છે એમાં વજૂદ નથી એમ નહિ કહી શકાય.
કટોકટી વખતે મોરારજીભાઈને જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાં જતાંની સાથે જ જેલના સત્તાવાળા આગળ તેમણે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો કે પોતે ફળાહાર સિવાય બીજો કશો આહાર લેશે નહિ. અન્નાહાર છોડીને ફળાહાર તરફ વળવાનો વિચાર તો તેમના મનમાં ઘણાં વર્ષોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org