________________
૨૦૪
વંદનીય હૃદયસ્પર્શ ભાષા, જોડણી અને ટાઇપોગ્રાફી વગેરેની સૂઝ અને ચોકસાઈના કારણે મહારાષ્ટ્ર સરકારના એજ્યુકેશન બૉર્ડની ગુજરાતી અને બીજા વિષયોની સમિતિ સાથે જીવનના અંત સુધી તેઓ સંકળાયેલા રહ્યા હતા. એજયુકેશન બૉર્ડને તેમના કામમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. એમની સલાહ મૂલ્યવાન ગણાતી.
એમના અવસાનના થોડા વખત પહેલાં મોગલસાહેબના ઘરેથી પુસ્તકોનું એક પેકેટઆવ્યું. ખોલીને જોયું તો એમાં મારાં લખેલાં પુસ્તકો હતાં. આજદિવસ સુધી મેં એમને ભેટ આપેલાં એ મારાં પ્રકાશિત થયેલાં પુસ્તકો હતાં. મને નવાઈ લાગી. કેમ પાછાં મોકલ્યાં હશે? હું વિચારતો હતો ત્યાં એમનો ફોન આવ્યો. કહ્યું, “બધાં પુસ્તકો મેં વાંચી લીધેલાં છે. મારે હવે એની જરૂર નથી. મેં મારો પરિગ્રહ ઓછો કરવા માંડ્યો છે. તમારાં પુસ્તકો ગમે તેને આપી દઉં તેના કરતાં તમને જપાછાં મોકલ્યાં છે, જેથી તમને યોગ્ય લાગે તેમ ઉપયોગ કરી શકો. બીજા કેટલાક લેખકોને પણ એમનાં પુસ્તકો પાછાં મોકલ્યાં છે, એટલે માઠુંનલગાડશો. હું ધીમે ધીમે જીવનનો ભાર હળવો કરી રહ્યો છું.”
વૃદ્ધાવસ્થા આવે અને પોતાના રસના અને શોખના વિષયમાં કે પોતાના વ્યાવસાયિક વિષયમાં પોતાનાં સંતાનોને એમની અન્ય પ્રકારની કારકિર્દીને કારણે રસ ન હોય તો પોતાનો તે પ્રકારનો પરિગ્રહ પોતાની હયાતીમાં જ ઓછો કરી નાખવાનું મન કેટલીક દીર્ઘદર્શી વ્યક્તિઓને થતું હોય છે. પોતાનો વ્યાવસાયિક કાળ અત્યંત સક્રિયપણે ગાળનાર વ્યક્તિઓને પોતાનો નિવૃત્તિકાળ પ્રકીર્ણ પ્રવૃત્તિઓથી પરાણે ભરવાનું જયારે આવી પડે છે ત્યારે એમનું અંતર એમને અંદરથી કોરી ખાય છે. ક્યારેક વૃદ્ધાવસ્થામાં શરીર સ્વસ્થ હોવા છતાં નિષ્ક્રિયતા કે નિરર્થકતાનો નિર્વેદ પ્રગટ થાય છે અને જીવન બોજારૂપ લાગે છે. ક્યારેક વૃદ્ધાવસ્થામાં પોતાના સમાજ સાથે, પોતાનાં સ્વજનો સાથે, અરે ખુદ પોતાની જાત સાથે તાલ અને સંવાદિતા તૂટે છે ત્યારે જીવન અસહ્ય બની જાય છે. એવે વખતે ઊર્મિલતાની કોઈ એવી સઘન ક્ષણ આવી જાય છે કે જ્યારે વિવશ બની ગયેલો માણસ આત્મવિલોપન કરી બેસે છે. મનુષ્યનું મન અકળ છે.
મોગલસાહેબે સ્વેચ્છાએ પોતાનું જીવન અચાનક કેમ પૂરું કરી નાખ્યું એનો ઉત્તર કોણ આપી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org