________________
૧૯૯
ઇન્દ્રજિત મોગલ વસ્ત્ર ધારણ કર્યા હતાં. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમણે ટાઈ પહેરવી છોડી દીધી હતી. આંખો નબળી થતાં ચશ્માં પહેરવાં ચાલુ થયાં હતાં. દાંત ગયા પછી એમણે ચોકઠું પહેરવાનું ચાલુ કર્યું નહોતું. એટલે તેઓ વધુ વૃદ્ધ લાગતા હતા. એકાદ વર્ષથી તેમને કાને સાંભળવાની તકલીફ થઈ હતી. એટલે ઝાઝી વાત કરતા નહિ.
મોગલસાહેબ અમને ભણાવતા. તે સમયે અમારા પ્રિન્સિપાલ શ્રી તેલંગસાહેબ ઘણી વાર શાળામાં રાઉન્ડ મારવા નીકળે ત્યારે અમારા વર્ગમાંથી મોગલસાહેબને બહાર બોલાવી કંઈક વાત કરવા ઊભા રહે. એ ઉપરથી મોગલસાહેબનું શાળામાં ઘણું મોટું માન અને સ્થાન છે એવી છાપ અમારા વિદ્યાર્થી-મન ઉપર પડી હતી, અને તે સાચી હતી. શાળાના વટવટમાં મોગલસાહેબનું સ્થાન ગૌરવભર્યું હતું, એમનો અભિપ્રાય મહત્ત્વનો ગણાતો.
મોગલસાહેબ ભણાવવામાં ખૂબ હોશિયાર અને શિસ્તમાં અત્યંત કડક હતા. અંગ્રેજી ભાષા અને કવિતા એમના પ્રિય વિષયો. કવિતા તેઓ એવી સરસ રીતે શીખવતા કે એના સંસ્કાર આજે પણ તાજા છે. શાળાના વિદ્યાર્થીઓ માટે તેમણે “Popular Recitals' નામનો દળદાર કાવ્યગ્રંથ સંપાદિત કર્યો હતો. અંગ્રેજ કવિઓના જીવન અને કાવ્યો વિશે એમણે અમારી પાસે એક સુંદર હસ્તલિખિત અંક તૈયાર કરાવ્યો હતો, જેમાં કવિ લોંગફેલો વિશે મારે લખવાનું આવ્યું હતું. તેનું સ્મરણ આજે પણ એટલું જ તાજું છે. મારા સહાધ્યાયી મિત્ર શ્રી રતનચંદ ઝવેરીના અક્ષર સરસ, મરોડદાર હતા. એટલે હસ્તલિખિત અંક તેમની પાસે લખાવ્યો હતો. કવિઓનાં નામનાં શીર્ષકો કલાત્મક રીતે લખવાનું કામ અમને, ડ્રૉઇંગ ક્લાસના કેટલાક વિદ્યાર્થીઓને સોંપવામાં આવ્યું હતું.
અંગ્રેજી ભાષા શીખવવા માટે તે દિવસોમાં લિંગવાફોન– Linguaphone–ની મદદ અમારી શાળામાં લેવાતી હતી. અંગ્રેજી ભાષામાં શબ્દો, વાક્યો અંગ્રેજી કેવી રીતે ઉચ્ચારે છે, તેની લઢણ કેવા પ્રકારની છે તે વર્ગમાં ગ્રામોફોન રેકોર્ડ વગાડીને અમને સમજાવવામાં આવતું. Linguaphoneની સગવડ ફક્ત અમારી શાળામાં જ હતી. એની રેકર્ડ ઇંગ્લેન્ડથી આવતી. મુંબઈની ઘણીખરી શાળાઓ કરતાં અમારી બાબુ પનાલાલ હાઈસ્કૂલ આધુનિક અને પ્રગતિશીલ છે એની અમને આવાં બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org