________________
૧૯૮
વંદનીય હૃદયસ્પર્શ ચાલ્યા ગયા. એટલે આપી શકાયું નહિ. ત્રીજે દિવસે તા. ૧૭મીએ તેઓ હૉલમાં પ્રવેશ કરે કે તરત તેમના હાથમાં લખાણ આપી દેવાની સૂચના કાર્યાલયના એક ભાઈને મેં આપી હતી, પરંતુ તે દિવસે તો મોગલસાહેબ વ્યાખ્યાનમાં આવ્યા જ નહિ. તે રાત્રે તેમનું અવસાન થયું. જાણે મોગલસાહેબને મળવાની તક કંઈક દૈવી સંકેતપૂર્વક ઝૂટવાઈ ગઈ ન હોય!
મોગલસાહેબના સંપર્કમાં હું છેલ્લાં ૪પ વર્ષથી હતો. ઈ. સ. ૧૯૪૮માં મુંબઈમાં બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં અંગ્રેજી ચોથા (હાલના આઠમા) ધોરણમાં હું દાખલ થયો ત્યારે મારા વર્ગશિક્ષક મોગલસાહેબ હતા. તેઓ વલસાડના વતની હતા. ઘરના સુખી હતી. મેટ્રિક અને એસ. ટી. સી. સુધી તેમણે અભ્યાસ કર્યો હતો. તેઓ ગ્રેજયુએટ થયા નહોતા, પણ ગ્રેજ્યુએટ કરતાં વધુ જ્ઞાન ધરાવતા હતા. વલસાડમાં બે વર્ષ શિક્ષક તરીકે કાર્ય કર્યા પછી મુંબઈમાં આવીને બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેઓ ઘણા સિનિયર, અનુભવી અને બાહોશ હતા, પરંતુ મેટ્રિક સુધીના અભ્યાસને કારણે તેમને શાળાના આચાર્ય થવા મળ્યું નહોતું. તેમ છતાં તેમનું માન આચાર્ય જેટલું જ રહેતું.
બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં મારો પ્રથમ દિવસ મોગલસાહેબના શિક્ષણથી શરૂ થયો હતો. એમની અટક મોગલ હતી એટલે તેઓ જાતે મુસલમાન હશે એવો ભ્રમ થયો હતો, પરંતુ તેઓ મુસલમાન નથી પણ હિંદુ છે એ જાણીને અમને એ કિશોર વયે બહુ આનંદ થયો હતો. તેમનું પોતાનું નામ ઇન્દ્રજિત છે એવું ઘણા વખત પછી જાણ્યું, કારણ કે અમે વિદ્યાર્થીઓ તેમને “મોગલ સર’ તરીકે જ ઓળખતા. તેઓ અમને અંગ્રેજી શીખવતા. રોજ સવારે પહેલો પિરિયડ મોગલસાહેબનો હોય. ત્યારે એમની ઉંમર એકત્રીસ વર્ષની હશે ! તેજસ્વી મુખમુદ્રા, સફેદ રંગનાં શર્ટ, પેન્ટ, કોટ અને ટાઈ, ચકચકિત બૂટ, સ્પષ્ટ ઉચ્ચાર, વાતચીત કરવાની છટા વગેરેના કારણે મોગલસાહેબની પ્રથમથી જ અમારા બધાંનાં મન ઉપર અનોખી છાપ પડી હતી. તે સમયે શાળાના ઘણા શિક્ષકો હાફપેન્ટ, ધોતિયું અને ટોપી પહેરતા. સૂટ પહેરીને જ આવતા મોગલસાહેબનો રુઆબ જુદો જ પડતો. તેમનાં કપડાં ઇસ્ત્રીવાળાં રહેતાં. કપડામાં એક પણ કરચલી દેખાય નહિ. બારેમાસ તેઓ સફેદ રંગનો જ સૂટ પહેરતા. વસ્તુતઃ આખી જિંદગી તેમણે એક જ પ્રકારનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org