________________
૧૯૫
કાન્તિલાલ કોરા
જૈન સાહિત્ય સમારોહને નિમિત્તે જુદા જુદા સાહિત્યકારોના નિકટના સંપર્કમાં રહેવાનું કોરાસાહેબને માટે બન્યું હતું. પોતાની નાદુરસ્ત તબિયત છતાં અને લગભગ સિત્તેરની ઉંમર વટાવી ચૂક્યા હોવા છતાં કોરા સાહેબ જૈન સાહિત્ય સમારોહનું આયોજન થાય ત્યારે ઉત્સાહમાં આવી જતા અને શારીરિક અગવડ વેઠીને પણ અમારી સાથે જોડાતા. જૈન સાહિત્ય એ એમના રસનો જીવંત વિષય હતો. તેમણે અમારી સાથે મહુવા, સૂરત, સોનગઢ, ખંભાત, માંડવી (કચ્છ), પાલનપુર વગેરે સ્થળે સમારોહમાં વિદ્યાલયના મહામાત્ર તરીકે હાજરી આપી હતી. જે જે સ્થળે અમે ગયા ત્યાં વિદ્યાલયના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોરાસાહેબને મળીને બહુ જ રાજી થતા. પોતાની શાંત પ્રકૃતિ અનુસાર કોરાસાહેબ મંચ પર બેસવાની અને બોલવાની આનાકાની કરતા. પરંતુ એ બધા જ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહીને તેની કાર્યવાહીમાં ચીવટપૂર્વક રસ લેતા અને ઉપયોગી સૂચનો પણ કરતા.
સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈના ગ્રંથો “જૈન ગુર્જર કવિઓ' ભા. ૧, ૨, ૩ અપ્રાપ્ય બન્યા હતા. એની નવી આવૃત્તિની જરૂર હતી. વિદ્યાલય તરફથી ખંભાતમાં યોજાયેલા જૈન સાહિત્ય સમારોહમાં પ્રો. જયંતભાઈ કોઠારીએ એનું સૂચન કર્યું કે આ ગ્રંથની સુધારેલી નવી આવૃત્તિ પ્રગટ કરવાને વિદ્યાલય સમર્થ છે. વિદ્યાલયે એ કાર્ય ઉપાડી લેવું જોઈએ. આ સૂચનનો કોરાસાહેબે સહર્ષ સ્વીકાર કર્યો અને સાહિત્યસમારોહમાં જ કોરાસાહેબે જાહેરાત કરી હતી કે વિદ્યાલય એ બાબતમાં જરૂરી ઠરાવ કરીને એનું પ્રકાશનકાર્ય હાથ ધરશે. આથી “જૈન ગુર્જર કવિઓ” જેવા દળદાર અધિકૃત અને અદ્વિતીય એવા ગૌરવગ્રંથનું પુનઃપ્રકાશન વિદ્યાલય દ્વારા શક્ય બન્યું. એથી વિશેષ લાભ તો એ થયો કે વિદ્યાલયની આ પ્રવૃત્તિથી પ્રેરાઈને સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈએ રાજકોટના કાર્યક્રમમાં રૂપિયા એક લાખની રકમ સાહિત્યપ્રકાશન માટે વિદ્યાલયને આપવાની જાહેરાત કરી હતી. વિદ્યાલય તરફથી ત્યારપછી શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈકૃત ‘સામાયિક સૂત્ર” અને “જિનદેવદર્શન વગેરે અલભ્ય ગ્રંથો ફરીથી પ્રકાશિત થયા છે.
વિદ્યાલય ઉપરાંત જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળ, ધ જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયા, જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, બી. એલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org