________________
૧૯૪
વંદનીય હૃદયસ્પર્શ કોરાસાહેબને જૈન સાહિત્યમાં ઘણો રસ છે એની પ્રતીતિ સ્વ.મોતીચંદ કાપડિયાને વિદ્યાલયના રજત જયંતિ પ્રસંગે થઈ ચૂકી હતી. એ પ્રસંગે વિદ્યાલય તરફથી એક દળદાર સ્મારકગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો જેનું સંપાદન કોરાસાહેબે કર્યું હતું. તેમાં ઉચ્ચ ધોરણના એટલા સરસ લેખો હતા કે વિદ્યાલયનો એ રજત જયંતી ગ્રંથ સાહિત્યનો એક સંદર્ભગ્રંથ બની ગયો હતો. વિદ્યાલય તરફથી ત્યારપછી સુવર્ણ જયંતિ ગ્રંથ અને વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જેવા દળદાર ગ્રંથો પ્રગટ થયા હતા. એ પણ અમૂલ્ય સંદર્ભગ્રંથની ગરજ સારે એવા બન્યા છે. આ બધાનો યશ કોરાસાહેબને ફાળે જાય છે. - વિદ્યાલયની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર આગમ પ્રકાશનની યોજનાને નિમિત્તે કોરાસાહેબને પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ અને ત્યારપછી પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનું બનતું. આગમ પ્રકાશન શ્રેણીમાં જે દળદાર ગ્રંથો પ્રકાશિત થયા છે તેના વહીવટી કાર્યમાં કોરાસાહેબનું યોગદાન ઘણું મોટું છે. તેમણે એ જવાબદારી જો ન લીધી હોત તો આ ગ્રંથો આટલી વ્યવસ્થિત અને સુંદર રીતે પ્રકાશિત થયા હોત કે કેમ તે પ્રશ્ન છે. પ્રેસમાં વ્યવસ્થિત મેટર પહોંચાડવું, પ્રૂફ મહારાજશ્રીને પહોંચાડવા અને મહારાજશ્રીની સૂચના અનુસાર ભૂલો સુધારવામાં આવી છે કે કેમ તેનું ચીવટપૂર્વક નિરીક્ષણ કરી લેવું, મંત્રીઓ વતી નિવેદન તૈયાર કરવાં આ બધું કાર્ય કોરાસાહેબ એકલા હાથે સંભાળતા. કોઈ જુદી હસ્તપ્રત મળી આવતાં પુણ્યવિજયજી મહારાજ છેલ્લી ઘડીએ ફેરફારો કરતા તો તે બધાંને પહોંચી વળવા માટે કોરાસાહેબ ઘણી ચીવટ રાખતા.
| વિદ્યાલયના આદ્યમંત્રી સ્વ. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ પોતાને અર્પણ થયેલી રકમ વિદ્યાલયને સાહિત્યપ્રકાશન માટે આપી. એ શ્રેણીના પ્રકાશનકાર્યમાં પણ કોરાસાહેબનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. વિદ્યાલયના શ્રેષ્ઠિવર્ગને સાહિત્યમાં રસ ઓછો હોય તે દેખીતું છે એટલે સાહિત્યમાં રસ ધરાવનાર કોરાસાહેબ જેવી સંનિષ્ઠ વ્યક્તિ ન હોત તો વિદ્યાલયની પ્રકાશનપ્રવૃત્તિ ઘણી મંદ ગતિએ ચાલતી હોત. મોતીચંદભાઈના અપ્રકાશિત ગ્રંથોની હસ્તપ્રતો એમના ઘરેથી મેળવીને સંપાદિત કરાવીને એ પ્રકાશિત કરવા માટે પણ કોરાસાહેબે ભારે પુરુષાર્થ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org