________________
વંદનીય હૃદયસ્પર્શ સપ્ટેમ્બરમાં ગુજરાનવાલાથી પોતાના પરિવારના સભ્યો સાથે ભાગીને અમૃતસર આવી પહોંચ્યા હતા. પરંતુ રસ્તામાં લાહોરમાં એમના ચાલીશ વરસની ઉંમરના પુત્ર લક્ષ્મીલાલની મુસલમાન હુલ્લડખોરોએ કતલ કરી નાખી હતી.
૧૬૮
દીનાનાથ દુગ્ગડ અમૃતસરથી પોતાના સગાને ત્યાં આગરા પહોંચ્યા. ત્યાં રહેતા કેટલાક શ્રાવક ભાઈઓએ એમને સારી મદદ કરી. તેઓએ એમને તથા એમના દીકરાઓને કામધંધે લગાડ્યા. સમય જતાં એમના એક પુત્ર મહેન્દ્રલાલે સોનાચાંદીની દુકાન કરી અને બીજા પુત્ર શાદીલાલે વાસણોની દુકાન કરી. આમ એમના દીકરાઓએ આગરામાં આવીને ધંધાની સારી જમાવટ કરી. દીનાનાથ દુગ્ગડનું ૬૭ વર્ષની ઉંમરે આગરામાં અવસાન થયું.
પાકિસ્તાનથી આગરા આવ્યા પછી પં. હીરાલાલ દુગ્ગડને પોતાના ભાઈઓ સાથેના સોનાચાંદીના વેપાર-ધંધામાં એટલો રસ પડ્યો નહિ. એટલે તેઓ પોતાના કુટુંબ સાથે ગ્વાલિયર રાજ્યના ભિંડ નામના ગામે રહેવા ગયા. ત્યાં તેમણે પાઠશાળામાં શાસ્ત્રી તરીકે વ્યવસાય ચાલુ કર્યો. ભિંડમાં કેટલાંક વર્ષ રહ્યા પછી દિલ્હીમાં શાસ્ત્રી તરીકે નોકરી મળતાં તેઓ પોતાના પરિવાર સાથે દિલ્હી રહેવા ગયા અને જીવન પર્યંત ત્યાં રહ્યા.
પં. હીરાલાલે જૈન તથા હિન્દુ અને બૌદ્ધ ધર્મગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું હતું. જૈન ધર્મમાં પણ શ્વેતામ્બર અને દિગમ્બર એમ બંને પરંપરાના સાહિત્યનો તેમનો અભ્યાસ ઘણો ગહન હતો. તેઓ મધ્યસ્થ દૃષ્ટિના હતા. દિગમ્બર પરંપરા પ્રત્યે તેમને કોઈ પૂર્વગ્રહ નહોતો, કારણ કે તેમનાં પત્ની દિગમ્બર સંપ્રદાયનાં હતાં. તેઓ પોતે પણ દિગમ્બર આચાર્યો અને મુનિઓના સતત સંપર્કમાં રહેતા. ઈ. સ. ૧૯૩૫માં અજમેરમાં એક મોટો વિવાદ ઊભો થયો હતો. અજમેરનિવાસી એક દિગમ્બર વિદ્વાને શ્વેતામ્બર પરંપરા વિરુદ્ધ ચાલીસ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. એ વખતે પં. હીરાલાલે અજમે૨થી પ્રગટ થતા ‘જૈનધ્વજ’ નામના સાપ્તાહિકમાં એ ચાલીસ પ્રશ્નોના એવા સચોટ તર્કયુક્ત અને આધાર સહિત ઉત્તરો આપ્યા હતા કે જેથી એ દિગમ્બર વિદ્વાન નિરુત્તર થઈ ગયા હતા. પં. હીરાલાલે એ પ્રસંગે પોતાની જે વિદ્વત્તા અને તર્કશક્તિનો પરિચય સમાજને કરાવ્યો તેથી પ્રભાવિત થયેલા જૈન અને જૈનેતર વિદ્વાનોની ભલામણથી અયોધ્યા સંસ્કૃત કાર્યાલય તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org