________________
૧૭૦
વંદનીય હૃદયસ્પર્શ
તથા માંસાહાર રિહાર’, ‘વલ્લભજીવન જ્યોતિ ચરિત્ર’, ‘વલ્લભકાવ્ય સુધા' (સંપાદન), ‘હસ્તિનાપુર તીર્થકા ઇતિહાસ’, ‘સદ્ધર્મ સંરક્ષક મુનિ બુદ્ધિવિજયજી’, ‘મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધર્મ' વગેરે ગ્રંથોમાં એમની અભ્યાસનિષ્ઠ સંશોધનદષ્ટિ જોવા મળે છે. ‘મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધર્મ’ નામનો એમનો દળદાર ગ્રંથ તો એમની તેજસ્વી વિદ્વદ્ પ્રતિભાનો સરસ પરિચય કરાવે છે. બહુ જ પરિશ્રમપૂર્વક ઘણી માહિતી એકત્ર કરીને એમણે આ ગ્રંથની રચના કરી છે. એમાં ઘણી ઘણી બાબતો ઉપર એમણે નવો સુંદર પ્રકાશ પાડ્યો છે. ભગવાન મહાવીરના જીવન વિશે એમણે બીજા બે ગ્રંથોની રચના કરી છે. એકમાં ભગવાન મહાવીરના જન્મસ્થાનની વિચારણા કરવામાં આવી છે. બીજા એક ગ્રંથમાં એમણે ભગવાન મહાવીર વિવાહિત હતા કે નહિ એની ચર્ચા-વિચારણા કરી છે. આ વિષયમાં સંશોધન કરીને, પ્રમાણો આપીને એમણે બતાવ્યું છે કે ભગવાન મહાવીર વિવાહિત હતા. આ બંને ગ્રંથોમાં એમણે ભગવાન મહાવીર વિશેના દિગમ્બર મતનો પરિહાર કરીને શ્વેતામ્બર મતનું સમર્થન કર્યું છે.
‘પંચપ્રતિક્રમણસૂત્ર',
પંડિત હીરાલાલ દુગ્ગડે ‘નવસ્મરણ', ‘નવતત્ત્વ’, ‘જીવવિચાર’, ‘આત્મજ્ઞાન પ્રવેશિકા’ વગેરે પ્રકારના શાસ્ત્રગ્રંથોનું સંપાદન-સંકલન પણ કર્યું છે. એમણે ‘જિનપૂજાવિધિ’ તથા ‘જિનપ્રતિમા પૂજા–રહસ્ય’ વગેરે વિશે પણ શાસ્ત્રીય ગ્રંથો લખેલા છે.
પંડિત હીરાલાલ દુગ્ગડે શાસ્ત્રીય પ્રકારના અન્ય કેટલાક જે ગ્રંથોની રચના કરી છે તેમાં ‘શકુન વિજ્ઞાન’, ‘સ્વરોદય વિજ્ઞાન', ‘સ્વપ્ન વિજ્ઞાન', ‘જ્યોતિષ વિજ્ઞાન’, ‘સામુદ્રિક વિજ્ઞાપન’, ‘પ્રશ્નપૃચ્છા વિજ્ઞાન’, ‘યંત્ર મંત્ર તંત્ર કલ્પાદિ સંગ્રહ’, ‘ઔષધ, ઔર તોટકા વિજ્ઞાન' વગેરે પ્રકારના ગ્રંથો છે. એમના ગ્રંથો પરથી જોઈ શકાય છે કે પંડિત હીરાલાલ દુગ્ગડ જ્યોતિષ, આયુર્વેદ, યોગવિદ્યા, મંત્ર તંત્ર, સ્વપ્નશાસ્ત્ર વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. પ્રાચીન ભારતીય શાસ્ત્રોની વિભિન્ન શાખાઓના તેઓ ઘણા સારા જાણકાર હતા. એમની સાથે વાતચીત કરતાં આ વાતની તરત ખાતરી થતી. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો એ વિષય ઉપ૨ અભ્યાસપૂર્વક અને અધિકારપૂર્વક તેમને કશુંક કહેવાનું હોય જ. એમની સાથે ગોષ્ઠી કરવાથી ઘણી નવી નવી વાતો જાણવા મળતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org