________________
૨૪ ચંચળબહેન
મહાત્મા ગાંધીજી, પંડિત મદનમોહન માલવિયા, જમનાલાલ બજાજ, સ્વ. વિદ્યાવિજયજી મહારાજ, સંતબાલજી મહારાજ વગેરે દિવંગત મહાપુરુષોએ જેમનાં કઠિન વ્રત, સેવાકાર્યો, ત્યાગ, સંયમ, ધૈર્ય, પરગજુપણું અને નીડરતાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી એવાં સંનિષ્ઠ કાર્યકર સેવામૂર્તિ શ્રીમતી ચંચળબહેન ટી. જી. શાહનું ૯૨ વર્ષની વયે તા. ૩૦મી ડિસેમ્બર ૧૯૮૩ના રોજ મુંબઈમાં અવસાન થયું. એમના અવસાનથી ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સમાજસેવાની તાલીમ પામનાર અને પૂજય સ્વ. સંતબાલજીની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં સમાજસેવાનાં કાર્યો હાથ ધરનાર એક સંનિષ્ઠ મહિલા કાર્યકરની સમાજને મોટી ખોટ પડી છે. એમણે મુંબઈમાં સ્થાપેલી “માતૃસમાજ' નામની સંસ્થાની બહેનોને તો જાણે પોતાની સગી માતા ગુમાવ્યાં જેવું દુઃખ થયું છે. અમારા મુંબઈ જૈન યુવક સંઘે એક ભૂતપૂર્વ સમિતિ સભ્ય અને અનુસરણીય કાર્યકર્તા ગુમાવ્યાં છે. સ્વ. ચંચળબહેન અમારા જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિનાં વર્ષો સુધી સક્રિય કાર્યકર રહ્યાં હતાં. એમના પતિ સ્વ. ટી. જી. શાહે પણ જૈન યુવક સંઘને સમિતિના સભ્ય તરીકે ઘણા લાંબા સમય સુધી પોતાની સેવાઓ આપી હતી. ચંચળબહેન પ્રતિ વર્ષ સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે ફંડ માટે ઝોળી લઈ દરવાજે ઊભાં રહેતાં. યુવક સંઘને આર્થિક રીતે સબળ બનાવવામાં ચંચળબહેને વર્ષો સુધી ખૂબ ઉત્સાહ અને તમન્નાથી કાર્ય કર્યું હતું.
સ્વ. ચંચળબહેન અને સ્વ. ટી. જી. શાહનું નામ મુંબઈના જૈન સમાજમાં એમના જમાનામાં બહુ મઘમઘતું રહ્યું હતું. પાયધુની વિસ્તારમાં ટી. જી. શાહ બિલ્ડિંગ' નામનું મકાન ત્યારે એની કેટલીક વિશિષ્ટતાને કારણે ઘણું જાણીતું રહ્યું હતું. આ શાહદંપતી વ્યસનમુક્તિ અને સંયમના પ્રચાર માટે ખૂબ પ્રશંસા પામેલું. પોતાની માલિકીના પાંચ માળના આ ઊંચા મકાનની એક આખી દીવાલ ઉપર ત્યારે ચા, બીડી, પાન, તમાકુ વગેરે વ્યસનોથી મુક્ત રહેવા માટેની ઉપદેશાત્મક કવિતા ઘણા મોટા અક્ષરે લખેલી રહેતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org