________________
૧૮૦
વંદનીય હૃદયસ્પર્શ વાચકો માટે રસપ્રદ અને પ્રેરક નીવડે એવાં છે. કેટલા બધા વિદ્યાર્થીઓને તેમની પાસેથી માર્ગદર્શન મળતું તે એમાંથી જોવા મળશે.
- સાદાઈ અને સરળતા એ યાજ્ઞિકસાહેબના બે આગવા ગુણ હતા. તેઓ સામાન્ય રીતે વર્ષોથી સફેદ વસ્ત્રમાં જ સજ્જ રહેતા. પહેલાં પેન્ટ-શર્ટ અને કોટ પહેરતા. તે સમયના બધા અધ્યાપકો ગળામાં ટાઈ બાંધતા, પરંતુ યાજ્ઞિકસાહેબ ટાઈ બાંધતા નહિ. મુંબઈના અધ્યાપકવર્ગમાં ધીમે ધીમે કોટ અને ટાઈ નીકળી ગયાં. યાજ્ઞિકસાહેબે પણ શ્વેત પેન્ટ અને બુશશર્ટ ચાલુ કર્યા. નિવૃત્ત થયા પછી એમણે પાછું પહેરણ અને ધોતિયું અપનાવી લીધું. ગમે તેવા મોટા કાર્યક્રમોમાં પ્રમુખસ્થાને બેસવાનું હોય, તેઓ પોતાના રોજિંદા સાદા વેશમાં જ રહેતા.
ડૉ. ઈશ્વરલાલ દવે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા અને ત્યારપછી એમના ભાઈ શંકરભાઈ દવે એ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા એ વર્ષો દરમિયાન જુદી જુદી મીટિંગો માટે મારે અને યાજ્ઞિકસાહેબને મુંબઈથી રાજકોટ સાથે જવા-આવવાનું થતું. એક-બે દિવસ એ રીતે રાજકોટમાં સાથે રહેવા મળતું. યાજ્ઞિકસાહેબ કેટલા બધા સરળ, મળતાવડા અને બધી પરિસ્થિતિ સાથે સુમેળ કરી લેનારા હતા તે ત્યારે જોવા મળતું. એક વખત મુંબઈથી રાજકોટ અને સવારના વિમાનમાં સાથે નીકળ્યા હતા. યુનિવર્સિટીની મીટિંગનું કામ પતાવી સાંજના વિમાનમાં અમે મુંબઈ પાછા આવવાના હતા. ઍરપૉર્ટ પર યાજ્ઞિકસાહેબ મળ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા. મેં પૂછયું, “સાથે કશું લીધું નથી ?' એમણે કહ્યું, “શી જરૂર છે? સાંજની ફ્લાઇટમાં તો પાછા આવીએ છીએ. એટલે હું તો ખિસ્સામાં માત્ર ટિકિટ લઈને આવ્યો છું. પણ તમે તમારી ટેવ પ્રમાણે એક જોડ કપડાં હાથની બૅગમાં લીધાં લાગે છે.”
મેં કહ્યું, “હા, કદાચ અચાનક જરૂર પડે માટે એવી ટેવ રાખી છે. સાથે વાંચવાનાં પુસ્તકો પણ લીધાં છે. રાજકોટમાં અમારી મીટિંગ લાંબી ચાલી, છતાં ચર્ચા અને નિર્ણયો અધૂરાં રહ્યાં. વાઈસ ચાન્સેલરે કહ્યું, “મીટિંગ આવતી કાલ પર રાખીએ તો કેમ? તમારી વિમાનની ટિકિટ બદલાવી આપીશું. આવતી કાલે વિમાનમાં સીટ મળે છે એની તપાસ કરાવી લીધી છે.”
મને તો કાંઈ વાંધો નહોતો. પણ યાજ્ઞિકસાહેબે હસતાં હસતાં કહ્યું, “હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org