________________
૧૭૮
વંદનીય હૃદયસ્પર્શ હશે? બીજે દિવસે અમારા સંસ્કૃત ભાષાના પ્રોફેસર ગૌરીપ્રસાદ ઝાલાને એ વિશે વાત કરી. તેઓ પણ વિચારમાં પડી ગયા. તેમણે મંજૂર થયેલાં પુસ્તકોની યાદી માંગી. મેં તે બતાવી. તે જોતાં જ એમણે કહ્યું કે “આ બે પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે મંજૂર કરી શકાય નહિ. યુનિવર્સિટીનો નવો નિયમ આવ્યો છે કે સંપાદનના પ્રકારનાં પુસ્તકો હવેથી યુનિવર્સિટી પોતે તૈયાર કરાવીને છાપશે. બધી જ ભાષાઓ માટેનો આ નિયમ છે. યાજ્ઞિકસાહેબે ચેરમેન તરીકે આવતાંની સાથે પોતાના મિત્રોનાં સંપાદનો મંજૂર કરાવી દીધાં એ અયોગ્ય થયું છે. યુનિવર્સિટીના નિયમનો એથી ભંગ થાય છે. તમારે યુનિવર્સિટીનું ધ્યાન ખેંચવું જોઈએ.'
મેં એ માટે યુનિવર્સિટિીને પત્ર લખ્યો, મીટિંગ બોલાવવામાં આવી. યુનિવર્સિટીનો આવો કોઈ નિયમ નથી એમ કહી ચેરમેન યાજ્ઞિકસાહેબે દસ મિનિટમાં મીટિંગ પૂરી કરી નાખી. પરંતુ આ વાત પ્રસરતી ગઈ. પુસ્તકો માટે દરખાસ્ત મૂકનાર ડૉ. હરિવલ્લભ ભાયાણીના ધ્યાનમાં જ્યારે આ વાત આવી ત્યારે એમને આશ્ચર્ય થયું. બીજી મીટિંગ બોલાવવામાં આવી. પોતાની ભૂલ છે એનો સ્વીકાર થયો. પોતાના મિત્રોનાં ખોટી રીતે મંજૂર કરાવેલાં બંને પાઠ્યપુસ્તકો રદ કરવા પડ્યાં. ત્યારપછી થોડા જ મહિનામાં બીજી એક એવી ઘટના બની ચેરમેન તરીકે પરીક્ષકોની નિમણૂકમાં યાજ્ઞિકસાહેબે પોતાની વિદ્યાર્થિની એવી એક જુનિયર પ્રાધ્યાપિકાને મુખ્ય પરીક્ષક તરીકે સ્થાન આપી દીધું. કેટલાક પ્રાધ્યાપકોએ એના વિરોધમાં પરીક્ષક તરીકે રાજીનામાં આપ્યાં. મેં અને મારાં પત્નીએ પણ પરીક્ષક તરીકે રાજીનામું આપ્યું. તેથી કશું વળ્યું નહિ. યુનિવર્સિટીએ કોઈ પગલાં લીધાં નહિ. પરંતુ યાજ્ઞિકસાહેબને પોતાના મનમાં આ ભૂલ ડંખવા લાગી હશે !
એક દિવસ ઝેવિયર્સ કૉલેજના સ્ટાફરૂમમાં હું બેઠો હતો ત્યાં ડૉ. હરિવલ્લભ ભાયાણી મળવા આવ્યા. થોડી ઔપચારિક વાતો કર્યા પછી કહે કે “યાજ્ઞિકસાહેબ પણ મારી સાથે આવ્યા છે. બહાર બેઠા છે. થોડી અંગત વાત કરવી છે.”
અમે કેન્ટિનમાં ગયા. યાજ્ઞિકસાહેબે પોતાની બંને ભૂલો માટે એકરાર કર્યો. બહારના દબાણને વશ થઈને તેમણે ઘણી લાચારીથી આવું કરવું પડ્યું છે તે જણાવ્યું. હું તો શું બોલી શકું ? તેમનો વિદ્યાર્થી રહ્યો, પ્રેમથી અમે છૂટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org