________________
૧૮૪
વંદનીય હૃદયસ્પર્શ બેંકમાં લઈ ગયા અને પોતાના ખાતામાં મારી સહી દાખલ કરાવી અને કહ્યું કે પૈસાની જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાના ખાતામાંથી વાપરવાની અમને છૂટ છે. સ્વ. ચંચળબા અને સ્વ ટી. જી. શાહના ઘરમાં અમને એમનાં સંતાનોની જેમ રહેવા મળ્યું એ અમારા જીવનનો એક મહત્ત્વનો યાદગાર પ્રસંગ છે.
- ઈ. સ. ૧૯૫૮માં ટી. જી. શાહનું અવસાન થયું ત્યારે ચંચળબાએ જે ધર્મ અને સમતા બતાવ્યાં છે તેનું દશ્ય નજર સામેથી ક્યારેય નહિ ખસે. ટી. જી. શાહની સૂચનાનુસાર શોકમય પ્રસંગે કોઈ રોકકળ કરવાની નહોતી. સાદડીમાં બેસવા આવનાર દરેકને તરત માળા આપવામાં આવતી. એ ગણીને જેને જ્યારે જવું હોય ત્યારે જાય. કોઈ વાતચીત નહિ કે દુ:ખ કે શોકના કોઈ ઉગારો નહિ. શાંત, સહજ, નિર્મળ વાતાવરણનો સૌને અનુભવ થતો.
એ દિવસોમાં પૂ. ચંચળબા, કંચનબહેન તથા ઓલિવરભાઈની સાથે અમારે એમને ઘેર ફરી કેટલાક દિવસ રહેવાનું થયું હતું. શતાવધાની સ્વ. ટી. જી. શાહનાં કેટલાંક લખાણો ગ્રંથરૂપે પ્રગટ કરવાની યોજના થઈ અને એનું કામ મને સોંપાયું. “જીવનદર્પણ” નામનું એ પુસ્તક મેં તૈયાર કરી આપ્યું અને તે પ્રગટ થયું. એમાં સ્વ. ટી. જી. શાહ અને સ્વ. ચંચળબાના જીવનની ઘણી વિગતો આપવામાં આવી છે. એ પ્રસંગે સ્વ. ચંચળબાના જીવનની કેટલીક વિરલ ઘટનાઓનું સ્મરણ તાજું થયું હતું. એમનું જીવન સુખી અને શ્રીમંતાઈથી સભર હતું. પરંતુ ઘણા લાંબા સમય સુધી સંતાનોની બાબતમાં દુઃખ હતું. એક પછી એક એમ સાત બાળકો થયાં. પણ બધાં અલ્પાયુ બની વિદાય થયાં. છેલ્લે બે સંતાનો થયાં. આઠમું સંતાન તે દીકરો કાન્તિ અને નવમું સંતાન તે કંચનબહેન. પરંતુ તેમાં પણ દીકરો કાન્તિ કિશોરાવસ્થામાં મૃત્યુ પામ્યો. જીવનની બધી આશા જાણે કે છીનવાઈ ગઈ. પોતાનાં એક પછી એક એમ આઠ સંતાનોનાં અવસાન નજર સામે જોવાની વેદના તો જેમણે અનુભવી હોય તે જ વધુ સમજી શકે. છેલ્લા દીકરાના અવસાન પછી શાહદંપતીનું સાદું અને સંસ્કારી દાંપત્યજીવન વિશેષ સાદાઈ અને સમાજસેવા તરફ વળ્યું. પોતે વર્ષોથી ખાદી પહેરતાં હતાં. સફેદ ખાદીનાં થોડી જોડ કપડાંથી વધારે કપડાં પાસે ન રાખવાનો બંનેએ નિયમ કર્યો. ચંચળબાએ પગમાં ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા કરી. ચોમાસામાં પણ છત્રી ન વાપરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org