________________
૨૩ અમૃતલાલ યાજ્ઞિક
આપણા શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રની એક મિલનસાર, મધુરભાષી અગ્રગણ્ય વ્યક્તિ આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિકનું ૭૮ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું.
છેલ્લા ચારદાયકા કરતાં વધુ સમયથી મુ. યાજ્ઞિકસાહેબસાથે એમના એક અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે, કૉલેજના અધ્યાપક તરીકે અને મુંબઈ યુનિવર્સિટી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારે અંગત ગાઢ સંબંધ રહ્યો હતો.
યાજ્ઞિકસાહેબ છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રતિવર્ષ ઑક્ટોબર માસમાં હરદ્વાર જતા. કેટલાક સમયથી એમની તબિયત જોઈએ તેટલી સારી રહેતી નહોતી. હરદ્વારમાં અચાનક તેમને કિડનીની તકલીફ વધી ગઈ અને તેમની સ્મૃતિ ચાલી ગઈ. તેમને મુંબઈ લાવવામાં આવ્યા અને પાર્લાની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડાયાલિસિસ અને દવાઓને કારણે તેમની તબિયતમાં સુધારો થયો. ધીમે ધીમે સ્મૃતિ પાછી આવી ગઈ. એ વખતે અમે એમને હૉસ્પિટલમાં જોવા ગયા હતા ત્યારે પૂરી સ્વસ્થતાથી એમણે અમારી સાથે ઘણી વાતો કરી. પોતે ધ્રાંગધ્રાનાં કેટલાંક સ્મરણો પણ તાજાં કર્યા. પરંતુ એ વખતે વાતચીત કરતાં કરતાં તેઓ થોડી થોડી વારે ભાવવશ બની ગળગળા થઈ જતા કે રોઈ પડતા. એમની આંખોનું તેજ ઓછું થઈ ગયું હતું. અશક્તિ ઘણી આવી ગઈ હતી. અમે એમને વધુ શ્રમ ન લેવા વિનંતી કરી.
યાજ્ઞિકસાહેબની કારકિર્દી એટલે શૂન્યમાંથી સર્જન. ગામડાંની સાધારણ સ્થિતિમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરતા જઈ તેમણે પોતાના જીવનને આનંદમંગલરૂપ બનાવ્યું. યાજ્ઞિકસાહેબનો જન્મ ૧૯૧૩માં થયો હતો. એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પોતાના વતન ધ્રાંગધ્રામાં કર્યો હતો. ત્યારપછી તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા હતા અને ત્યાંની હૉસ્ટેલમાં રહીને એમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. એમ.એ.માં એમણે મુખ્ય વિષય ગુજરાતી લીધો હતો અને તે વખતના ભાવનગરના ગુજરાતીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org