________________
૧૭૨
વંદનીય હદયસ્પર્શ મંત્રી હતો ત્યારે એક દિવસ પં. હીરાલાલ દુગ્ગડનો પત્ર આવ્યો હતો. એમણે લખ્યું હતું કે પોતે જે એક વિષયનું સંશોધન કરવા ઇચ્છે છે એ વિષયની હસ્તપ્રતો શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં છે. એ માટે પોતે મુંબઈ આવીને ત્રણ-ચાર દિવસ રહીને એ હસ્તપ્રતો જોવા ઇચ્છે છે. પોતાના રહેવા માટે જો કંઈ પ્રબંધ થાય તો કરી આપવા મને વિનંતી કરી હતી. એંશીની ઉંમર વટાવી ચૂકેલા આ વિદ્વાનની ધગશ જોઈને મને બહુ આનંદ થયો. મેં તરત પત્ર લખ્યો અને તેમને જણાવ્યું કે તેઓ મુંબઈ પધારશે તો અમને બહુ જ આનંદ થશે. એમના રહેવા તથા જમવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રબંધ કરવામાં આવ્યો છે એમ પણ એમને જણાવ્યું. પત્ર મળતાં પં. હીરાલાલ મુંબઈ આવી પહોંચ્યા અને વિદ્યાલયમાં ઊતર્યા. એ ઉંમરે પણ તેઓ દિલ્હીથી ટ્રેનમાં રિઝર્વેશન વગર બેઠાં બેઠાં મુંબઈ પહોંચ્યા હતા. બૉમ્બે સેન્ટ્રલથી ચાલતા ચાલતા તેઓ પોતાની બે જોડ કપડાંની થેલી લઈ વિદ્યાલયમાં ગયા હતા. પોતાના આગમનના કોઈ સમાચાર એમણે અગાઉથી વિદ્યાલયને જણાવ્યા નહોતા, નહિ તો બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર તેમને લેવા જઈ શકાયું હોત. તેઓ આવ્યા હતા તો ત્રણ-ચાર દિવસ માટે, પરંતુ વિદ્યાલયમાં હસ્તપ્રતો અને પ્રાચીન પુસ્તકોનો ખજાનો જોઈને તેઓ હર્ષવિભોર થઈ ગયા હતા. ચાર દિવસને બદલે લગભગ એકવીસ દિવસ તેઓ વિદ્યાલયમાં રોકાયા. પુસ્તકો તથા હસ્તપ્રતો જોઈને નોંધ કરતા રહ્યા હતા. તેઓ એકલા હતા અને આગળપાછળની કશી ચિંતા ન હતી. એટલે મરજી મુજબ વધુ કે ઓછા દિવસ રોકાઈ શકે એમ હતા. પોતાનું કામ પત્યું ત્યારે દિલ્હી પાછા ફર્યા હતા. એ વખતે પં. હીરાલાલ સાથે વિવિધ જૈન વિષયોની જ્ઞાન- ગોષ્ઠિ કરવાની મને સારી તક મળી હતી.
આમ, જન્મથી જીવનના અંત સુધી પં. હીરાલાલ દુગ્ગડનું જીવન એટલે એક આર્થિક સંઘર્ષમય જીવન. ઓછી કમાણીને કારણે અને પછી તો સ્વભાવગત બની ગયેલી ટેવને કારણે તેમનો પહેરવેશ અને તેમની રહેણીકરણી અત્યંત સાદાઈભર્યા હતાં. હાથે ધોયેલાં, ઇસ્ત્રી વગરનાં સાધારણ કપડાં પહેરેલાં એ સજ્જનની, પહેલી વાર જોનારાના મન ઉપર એ બહુ મોટા વિદ્વાન છે એવી તરત છાપ ન પડે. બાલ્યકાળમાં અને યુવાનીમાં ગરીબીને કારણે કેટલીક બાબતમાં જે લઘુતાગ્રંથિ જીવનમાં આવી તે એમના જીવનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org