________________
પંડિત હીરાલાલ દુગ્ગડ
૧૭૧ સમેતશિખરમાં અંચલ ગચ્છાધિપતિ પ. પૂ. શ્રી ગુણસાગરસૂરિજી તથા પ. પૂ. શ્રી કલ્યાણપ્રભસાગરજીની નિશ્રામાં ભગવાન મહાવીરની જન્મભૂમિ વિશે એક વિદ્વદ્ગોષ્ઠિનું આયોજન થયું હતું. તેમાં ઉપસ્થિત રહી મારે પણ એક નિબંધ વાંચવાનો હતો. એ વખતે પં. હીરાલાલ દુગડ પણ દિલ્હીથી પધાર્યા હતા. અન્ય વિદ્વાનો તો હતા જ, પરંતુ એ વખતે બે વડીલ વિદ્વાનો શ્રી ભંવરલાલજી નાહટા અને પં. હીરાલાલ દુગડ સાથે એક જ રૂમમાં ત્રણેક દિવસ સુધી સાથે રહેવાનું પ્રાપ્ત થયું હતું. મારે માટે એ અત્યંત આનંદની વાત હતી. એ વખતે ફાજલ સમયમાં સાથે બેસીને વાતો કરવામાં બંને વિદ્વાનો પાસેથી જૈન સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરેને લગતી ઘણી માહિતી મળી હતી. પં. હીરાલાલ દુગ્ગડ સ્વભાવે અને રહેણીકરણીમાં કેટલા બધા સાદા અને સરળ હતા તેની ત્યારે તરત ખાતરી થઈ હતી.
દિલ્હીમાં વલ્લભસ્મારકમાં પ. પૂ. મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજીની નિશ્રામાં ક્યારેક સંક્રાન્તિ પર્વના કાર્યક્રમો યોજાતા. કોઈ કોઈ વાર મને એમાં ઉપસ્થિત રહેવાની અને પં. હીરાલાલને સાંભળવાની તક મળી હતી. પં. હીરાલાલ અત્યંત સરળ સ્વભાવના હતા. પોતાના જ્ઞાનનો અહંકાર તેમનામાં જરા પણ નહોતો. તેઓ સભામાં આવીને એક સામાન્ય જનની જેમ શ્રોતાઓ વચ્ચે ગમે ત્યાં બેસી જતા. સંચાલકોનું જો તેમના પર ધ્યાન પડે અને તેમને આગ્રહપૂર્વક બોલાવીને મંચ ઉપર બેસવા કહે તો તેઓ ત્યાં બેસતા. તેમને પોતાનું વક્તવ્ય રજૂ કરવાનું જો કહેવામાં આવે તો તેઓ આપેલી સમયમર્યાદા પ્રમાણે બોલતા. સભામાં બોલવા માટે તેઓ આકાંક્ષા દર્શાવતા નહિ કે સૂચન કરતા નહિ. બોલવાનું ન મળે તો તેનો તેઓ રંજ પણ રાખતા નહિ. જૂની પેઢીના માણસ અને ગુજરાનવાલાના વતની હોવાને કારણે પૂ. શ્રી વિજયવલ્લભસૂરિનાં ઘણાં અંગત સંસ્મરણો તેઓ કહેતા. પંજાબના એ પ્રદેશના પોતે વતની હોવાને કારણે શાળામાં તેઓ ઉર્દૂ ભાષા પણ શીખેલા હતા. ઉર્દૂ લિપિમાં લખવું-વાંચવું એમને મન સ્વાભાવિક હતું. પૂ. વલ્લભસૂરિ વિશેનાં કેટલાંક અંજલિરૂપી પદો એમની ડાયરીમાં ઉર્દૂ લિપિમાં લખેલાં રહેતાં અને કેટલીક વાર સભામાં તેઓ ઉર્દૂ લિપિમાં લખેલી એ ડાયરી વાંચીને રજૂઆત કરતા.
કેટલાંક વર્ષ પહેલાં હું જ્યારે મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org