________________
અમૃતલાલ યાજ્ઞિક
૧૭૫ સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક શ્રી રવિશંકર જોશી(જોશીસાહેબ)ના તેઓ પ્રિય વિદ્યાર્થી હતા. વિવેચક અનંતરાય રાવળ (મિત્રો તેમને અંતુ રાવળ કહેતા) તેમની સાથે કૉલેજમાં ભણતા. એમ.એ. થયા પછી સારી નોકરી મેળવવાનો પ્રશ્ન ત્યારે ઘણો મોટો હતો. જ્યાં નોકરી મળે ત્યાં જઈને રહેવું પડતું. યાજ્ઞિકસાહેબને મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં નોકરી મળી. થોડો સમય એમણે ત્યાં કામ કર્યું. તે દરમિયાન રૂઈયા કૉલેજના ગુજરાતીના તે સમયના અધ્યાપક કવિ મનસુખલાલ ઝવેરી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં જોડાયા એટલે યાજ્ઞિકસાહેબને રૂઈયા કૉલેજમાં અધ્યાપક તરીકે સ્થાન મળી ગયું. વર્ષો સુધી એ કૉલેજમાં એમણે નિષ્ઠાપૂર્વક અધ્યાપનકાર્ય કર્યું.
યાજ્ઞિકસાહેબ સાથે મારે એમના એક અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે સંપર્કમાં આવવાનું થયું. ૧૯૪૮-૫૦નાં વર્ષોની આ વાત છે. તે વખતે મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ નહોતો. બીજા પણ ઘણા વિષયોના વિભાગો નહોતા. યુનિવર્સિટી તરફથી અનુસ્નાતક વર્ગો માટે આયોજન થતું. એમ.એ.માં ગુજરાતી વિષય લેનાર વિદ્યાર્થીને જુદી જુદી કૉલેજોમાં પરિભ્રમણ કરવું પડતું. જે જે અધ્યાપકોને એમ.એ.ના અધ્યાપન માટે માન્ય કરવામાં આવ્યા હોય તેઓ પોતપોતાની કૉલેજમાં પોતાની કોલેજના સમયપત્રકની અનુકૂળતા અનુસાર પિરિયડ લેતા. રૂઈયા કૉલેજમાં સવારે સાત વાગે, સિદ્ધાર્થમાં અગિયાર વાગે, ઝેવિયર્સમાં એક વાગે, એલ્ફિન્સ્ટનમાં બપોરે ત્રણ વાગે, વિલસનમાં સાંજે પાંચ વાગે એમ રોજ વારાફરતી કૉલેજ અને જુદો જુદો સમય આવે. એકને બદલે બીજી કૉલેજમાં કે બીજા જ સમયે પહોંચી જવાના બનાવો વિદ્યાર્થીઓમાં વારંવાર બનતા. માનાઈ અધ્યાપનકાર્ય હોવાને કારણે અધ્યાપક પિરિયડ ન લેવાના હોય એવા પણ પ્રસંગો ઘણી વાર બનતા.
રૂઈયા કૉલેજમાં સવારે સાત વાગે અમે પહોંચી ગયા હોઈએ ત્યારે યાજ્ઞિકસાહેબ અમારો પિરિયડ નિયમિત લેતા. તેઓ અમને ભાષાશાસ્ત્ર શીખવતા, ત્યારે ભાષાવિજ્ઞાનનો અભ્યાસક્રમ અત્યારે છે તેવો નહોતો. નરસિંહરાવનાં વ્યાખ્યાનો ઉપર આધારિત જૂની પદ્ધતિનો એ અભ્યાસક્રમ યાજ્ઞિકસાહેબ સારી રીતે તૈયાર કરાવતા. વર્ગમાં તેઓ આત્મકથા કહેવામાં સમય બગાડતા નહિ. એમના અધ્યાપનથી વિદ્યાર્થીઓને સંતોષ રહેતો. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org