________________
પંડિત હીરાલાલ દુગ્ગડ
૧૬૭
વ્યાખ્યાનો વગેરેમાંથી જે કંઈ નજીવી કમાણી થાય તેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોવા છતાં પોતાની પરિસ્થિતિ માટે પોતે ક્યાંય અફસોસ કે અસંતોષ વ્યક્ત કરતા નહિ, બલ્કે ખુમારીથી તેઓ આનંદમાં મસ્તીભર્યું પોતાનું જીવન જીવતા. પોતાની પાસે જે જ્ઞાનસંપત્તિ છે એ જ સદ્ભાગ્યની ઘણી મોટી વાત છે એમ તેઓ માનતા.
એ જમાનામાં કિશોર વયે લગ્ન થઈ જતાં, પરંતુ હીરાલાલની લગ્ન કરવાની ઇચ્છા નહોતી. શાસ્ત્રાભ્યાસ કરવાની અને કરાવવાની એમને વધારે લગની હતી. આમ છતાં કૌટુમ્બિક સંજોગાનુસાર દબાણને વશ થઈને એમને લગ્ન કરવાં પડ્યાં હતાં. પરંતુ એમનાં લગ્ન એમના જમાનાની દૃષ્ટિએ ક્રાંતિકારક હતાં. હીરાલાલે ૨૭ વર્ષની ઉંમરે લગ્ન કર્યાં ત્યારે એમના સમાજમાં ઘણો ખળભળાટ મળ્યો હતો. દૃઢ જ્ઞાતિપ્રથાના એ જૂના દિવસો હતા. લગ્ન માટે જ્ઞાતિનાં બંધનો ઘણાં ભારે હતાં. હીરાલાલ પંજાબના વતની હતા. તેઓ શ્વેતામ્બર સમુદાયના અને તેમાં ઓસવાલ (ભાવડા) જ્ઞાતિના હતા. એમણે પંજાબની બહાર ઉત્તરપ્રદેશની, વળી દિગમ્બર સમુદાયની અને પોરવાડ જ્ઞાતિની કન્યા કુમારી કલાવતીરાણી સાથે લગ્ન કર્યાં હતાં. એટલે દેખીતી રીતે એમના લગ્નજીવનમાં સામાજિક ક્રાન્તિ તથા સમન્વયની ભાવના રહેલી હતી.
ઈ. સ. ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટે જ્યારે હિંદુસ્તાનના બે ટુકડા થયા અને ભારત તથા પાકિસ્તાનમાં દેશ વિભાજિત થયો તે વખતે દીનાનાથ દુગ્ગડ અને તેનું કુટુંબ ગુજરાનવાલા પાકિસ્તાનમાં જતાં ત્યાંનાં જૈનો ઘરબાર છોડીને, નિરાશ્રિત થઈને ભારતમાં ભાગી આવ્યાં હતાં. પૂ. વિજયવલ્લભસૂરિ તે વખતે ગુજરાનવાલામાં હતા. તેમની સાથે ગુજરાનવાલાથી ઘણાં જૈનો ભારતમાં આવ્યાં હતાં. એમાં દીનાનાથ દુગ્ગડનું કુટુંબ પણ હતું. તેઓને ઘણી તકલીફ પડી હતી.
૧૯૪૭ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં લાખોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમની ભારતમાંથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાંથી ભારતમાં એમ હિજરત થઈ હતી. એ વખતે થયેલાં મોટાં રમખાણોમાં અનેક લોકોની કતલ થઈ. જે લોકો નિરાશ્રિત તરીકે ભારતમાં આવ્યા તેઓ પોતાનાં ઘરબાર અને માલમિલકત છોડીને જીવ બચાવીને ભાગી આવ્યા હતા. દીનાનાથ દુગ્ગડ ૧૯૪૭ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org