________________
૧OO
વંદનીય હૃદયસ્પર્શ હાથનો ખેલ છે. આ રૂઢપ્રયોગ હવે તમારે માટે શાબ્દિક રીતે પણ સાચો પડશે.”
પેટલીકર એટલી ઝડપથી હાથબદલો કરી લીધો કે નવલકથાના લેખનમાં એમણે જરા પણ ગાળો પડવા દીધો નહિ. એમની ડાબા હાથની નવલકથાઓ ગુજરાતને ઘણાં વર્ષ સુધી મળતી રહી.
નવલકથા-વાર્તાના વ્યવસાયી લેખન દરમિયાન, વચ્ચે ફાજલ સમય ઠીક ઠીક મળતો હોવાથી પેટલીકરે સામાજિક વિષયો ઉપર, ખાસ કરીને પોતાની પાટીદાર જ્ઞાતિની સમસ્યાઓ ઉપર લખવાનું ચાલુ કરેલું. વળી અંગત માર્ગદર્શન તથા સમસ્યાઓના નિરાકરણ માટે પોતાનો સમય મિશનરીની જેમ નિઃસ્વાર્થ ભાવથી આપવો ચાલુ કરેલો. એક વખત મને કહે, “અમારી જ્ઞાતિના લોકોમાંથી કેટલીક જડતા જલદી દૂર થતી નથી. ગમે તેટલું ભણેલો યુવાન હોય, પણ પૈઠણના પૈસા લેતાં જરાયે અચકાય નહિ. ક્યારેક સારી કન્યા જતી કરે, પણ પૈસા જતા ન કરે. તો બીજી બાજુ કેટલાક શ્રીમતી આફ્રિકામાં જઈ લાખો રૂપિયા કમાયા હોય, પણ દીકરીનાં લગ્ન વખતે જમાઈને પગે લાગવાનો જૂના ધારા પ્રમાણે સવા રૂપિયો જ આપે, અને તે પણ કોઈ વખત તો ચેકથી આપે !”
જ્ઞાતિની સમસ્યાઓને નિમિત્તે મળવા આવનારાઓ પાસેથી પેટલીકરને ભાતભાતના અનુભવો સાંભળવા મળતા, જેમાંના કેટલાક એમને એમની સર્જનાત્મક કૃતિઓમાં કામ લાગતા. પોતાની જ્ઞાતિના અને ત્યાર પછી તો વિશાળ જનસમાજના પ્રશ્નોના નિરાકરણમાં તથા સમાજસુધારણામાં પેટલીકરનું યોગદાન ઘણું મોટું રહ્યું છે.
પેટલીકર અમદાવાદ રહેવા ગયા ત્યાર પછી મારે એમને મળવાનું ઓછું થતું ગયું. પછીથી તો પેટલીકરે પણ નવલકથાનું લેખનકાર્ય છોડી દઈ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને ક્યારેક રાજકીય વિષયો પર લેખો લખવાનું ચાલુ કર્યું. “સંદેશ”માં “લોકસાગરને તીરે તીરે' નામની કૉલમ તેઓ નિયમિત લખવા લાગ્યા. એક વખત એમની સાથે નવલકથાઓના લેખન વિશે વાત થઈ ત્યારે એમણે કહ્યું, “મારી નવલકથાઓમાં હવે ક્યારેક કોઈક જૂનાં પાત્રો ને પ્રસંગોનું નવા વેશે અજાણતાં પુનરાવર્તન થઈ જાય છે. મારે જો હવે નવું કહેવાનું ન હોય તો નવલકથા લખવાનું છોડી જ દેવું જોઈએ એમ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org