________________
ચંદ્રવદન મહેતા
૧૨૧ થઈ. ત્યારે હું ચંદ્રવદનને લઈને તેમના ઘરે ગયો હતો. દાખલ થતાં જ ચંદ્રવદન બોલ્યા કે “ઘણાં વર્ષે સી.સી.........સી.સી.ને મળે છે.” અમે બેઠાં તે દરમિયાન તેઓ બંને વચ્ચે પોતાના કૉલેજકાળનાં કેટલાંયે સંસ્મરણો તાજાં થયાં. તેઓ બંને ત્યારે એંશીની ઉંમર વટાવી ચૂક્યા હતા એટલે પોતાના સમકાલીન કેટલાય વિદ્યાર્થી મિત્રોની વાત થતી ત્યારે તેમાં કોણ ક્યારે ક્યાં કેવી રીતે ગુજરી ગયા તેની વાત નીકળતી. પોતાના સમકાલીન એક માત્ર મીનુ મસાણી હયાત છે એવું ત્યારે જાણવા મળ્યું હતું. ચીમનભાઈએ પૂછયું કે ”એંસીની ઉંમરે તમે આટલી બધી દોડાદોડી કેવી રીતે કરી શકો છો ? હું તો ક્યાંય જઈ શકતો નથી.” ચંદ્રવદને કહ્યું, “મારે આગળ ઉપાછળની કશી ચિંતા નથી. ઘરબાર નથી. માલ-મિલકત નથી. આખો દિવસ લખું છું, વાંચું છું. ક્યાંથી ક્યાં જાઉં છું. પણ શરીર સારું રહેવાનું એક મુખ્ય કારણ એ છે કે ભાવે એવું માપસર ખાઉં છું. કોઈના આગ્રહને વશ થતો નથી. અને વર્ષોથી રોજ નિયમિત ત્રિફળા લઉં છું.”
વર્ષોથી એકલા રહેવાને કારણે ચંદ્રવદનને જાતે રસોઈ કરવાનો મહાવરો ઘણો સારો થઈ ગયો હતો. છેલ્લાં કેટલાંય વર્ષથી તેઓ સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં (મનુભાઈ મહેતા હૉલમાં) બીજે માળે રહેતા હતા. હૉસ્ટેલના રસોડે જમવું હોય તો એમને જમવાની છૂટ યુનિવર્સિટી તરફથી મળેલી હતી. છતાં તેઓ પોતે પોતાના રૂમમાં હાથે રસોઈ કરીને જમતા, અલબત્ત તેમને મિત્રો-સંબંધીઓના ઘરેથી જમવાનાં ઘણાં નિમંત્રણ ચાલુ મળતાં રહેતાં. એટલે કેટલીય વાર હાથે રસોઈ કરવાનું રહેતું નહિ. આમ છતાં રસોઈની તેમને આળસ નહોતી. એમના હાથની રસોઈ જમવાના પ્રસંગો મારે કેટલીક વાર આવ્યા છે. વડોદરા યુનિવર્સિટીની કોઈ મિટિંગ માટે કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કામકાજ માટે કે કોઈ સાહિત્યિક કાર્યક્રમ માટે મારે વડોદરા જવાનું થયું હોય તો મનુભાઈ મહેતા હૉલ પર જઈને શ્રી ચંદ્રવદનભાઈને અચૂક મળવાનું રાખતો. કેટલીક વાર પત્ર લખીને અગાઉથી જણાવતો, તો કેટલીક વાર અચાનક જઈ ચડતો. કોઈ કોઈ વાર મુંબઈથી રાતની ગાડીમાં બેસી બીજે દિવસે પરોઢિયે વડોદરા ઊતરતો તો સીધો ચંદ્રવદન પાસે પહોંચી જતો. તેઓ ચા બનાવે અને અમે સાથે પીતા. તેમનો સ્વભાવ એટલો કડક અને આગ્રહી છતાં એટલો જ પ્રેમભર્યો રહેતો કે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org