________________
૨૦
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
ગુજરાતના પરમ સન્માનનીય વયોવૃદ્ધ સાક્ષર પૂ. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું ૯૨ વર્ષની વયે ૧૦મી નવેમ્બર ૧૯૯૧ના રોજ સૂરતમાં અવસાન થયું. એમના સ્વર્ગવાસથી આપણને એક શીલપ્રજ્ઞ સારસ્વતની ખોટ પડી છે.
અવસાનના થોડા દિવસ પહેલાં મેં એમને મારાં બે નવાં પ્રકાશનો મોકલાવ્યાં હતાં. એના સ્વીકારપત્રમાં એમણે લખ્યું હતું કે “હવે આંખે બરાબર દેખાતું નથી. શરીરમાં શિથિલતા ઘણી રહે છે. વાંચવાનું પણ બહુ મન થતું નથી.’ દર વખત કરતાં આ વખતે વિષ્ણુભાઈના આવેલા પત્ર પરથી લાગતું હતું કે હવે એમના અક્ષર વધુ બગડ્યા છે. શબ્દો બરાબર ઊકલતા નહોતા. એમણે લખેલી પોતાની શારીરિક નબળી સ્થિતિની પ્રતીતિ એમના અક્ષરો કરાવતી હતી. પરંતુ થોડા દિવસમાં જ તેમનો દેહવિલય થશે એવું ધાર્યું નહોતું. એમના જવાથી અમે એક પિતાતુલ્ય શિરછત્ર ગુમાવ્યું છે.
Jain Education International
વિષ્ણુભાઈને સૌપ્રથમ મેં જોયા હતા ઈ.સ. ૧૯૪૯માં જૂનાગઢની સાહિત્ય પરિષદમાં. આઝાદી પછી સાહિત્ય પરિષદનું તે પહેલું અધિવેશન હતું. આઝાદી જાહેર થયા પછી પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતા જૂનાગઢને કબજે કરવામાં શામળદાસ ગાંધીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કનૈયાલાલ મુનશી ત્યારે સાહિત્ય પરિષદના સર્વેસર્વા જેવા હતા. સાહિત્ય પરિષદમાં લેખકને પ્રમુખસ્થાન એક વાર મળે એવો આરંભકાળથી ધા૨ો ચાલ્યો આવતો હતો. એનો ભંગ કરીને મુનશી જૂનાગઢમાં બીજી વાર પ્રમુખ થયા હતા. (અને નડિયાદમાં ત્રીજી વાર પણ થયા હતા. માટે તો મુનશીનો વિરોધ થયો હતો અને એમના હાથમાંથી પરિષદ લઈ લેવામાં આવી હતી.) જૂનાગઢનું આ અધિવેશન સાહિત્ય કરતાં પણ રાજદ્વારી મંત્રણા માટે વિશેષ હોય એવું એ વખતે જણાતું હતું, કારણ કે સરદાર પટેલ પણ એ પ્રસંગે પધાર્યા હતા અને મુનશી તથા શામળદાસ એમની સાથે રાજદ્વારી વાટાઘાટોમાં વધુ રોકાયેલા રહ્યા હતા. આમ છતાં સાહિત્ય પરિષદના એ અધિવેશનમાં જવાનો ઉત્સાહ ઘણો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org