________________
પંડિત હીરાલાલ દુગ્ગડ
૧૬૩
ધનદેવી હતું. પુત્ર હીરાલાલને જન્મ આપ્યા પછી નવમે દિવસે માતા ધનદેવીનું અવસાન થયું હતું. કુટુંબ ઉપર એથી એક મોટી આપત્તિ આવી પડી હતી. પોતાના દોહિત્રને ઉછેરવા માટે ધનદેવીની માતા હીરાલાલને પોતાના ઘરે લઈ ગયાં અને ત્યાં તેમને ઉછેરવા લાગ્યાં. ભર યુવાનીમાં વિધુર થયેલા દીનાનાથ આગળ બીજા લગ્ન માટેનો પ્રસ્તાવ આવ્યો. એ કન્યા તે ધનદેવીની જ નાની બહેન હતી. લગ્ન કર્યા વિના છૂટકો નહોતો. દીનાનાથનાં બીજાં લગ્ન આ રીતે થયાં હતાં. બાળક હીરાલાલ માટે પોતાની માશી તે પોતાની સાવકી માતા બની. જોકે બાળક હીરાલાલ તો પોતાની નાની પાસે ઊછરવા લાગ્યા હતા. ચૌધરી દીનાનાથનાં આ બીજાં લગ્ન દસેક વર્ષ ટક્યાં. એમની બીજી પત્નીનું અવસાન થયું. આ પત્નીથી એમને બે સંતાનો થયાં હતાં. પરિસ્થિતિ અનુસાર ચૌધરી દીનાનાથને ત્રીજાં લગ્ન કરવાં પડ્યાં. એ લગ્ન થયાં ગુજરાનવાલાના શ્રેષ્ઠી લક્ષ્મણદાસની પુત્રી માયાદેવી સાથે. માયાદેવીથી એમને બે સંતાનો થયાં હતાં.
ચૌધરી દીનાનાથની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી હતી. તેઓ ગુજરાનવાલામાં તાંબાપિત્તળનાં વાસણોનો વેપાર કરતા હતા, પરંતુ એ વેપારમાં એમને ખાસ કંઈ કમાણી થતી ન હતી. વેપારમાં વારંવાર ખોટ આવવાને લીધે તથા માથે થોડું દેવું થઈ જવાને લીધે તેમને પોતાનો વાસણનો વેપાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યાર પછી તેમણે અનાજની દલાલી ચાલુ કરી હતી. તેમાં પણ બહુ ઓછી કમાણી થતી. એટલે એમના કુટુંબનું ગુજરાન માંડ માંડ પૂરું થતું. ગરીબીમાં એમના કુટુંબના કષ્ટમય દિવસો પસાર
થતા રહ્યા હતા.
આવા કપરા સંજોગોમાં પણ દીનાનાથે અને હીરાલાલની દાદીમાએ હીરાલાલને મેટ્રિક સુધીનો અભ્યાસ કરાવ્યો. એ દિવસોમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરવી એ જ ઘણી મોટી વાત હતી. કૉલેજનું ઉચ્ચતર શિક્ષણ જવલ્લે જ કોઈક લેતા. સોળ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને હીરાલાલ પોતાના પિતાની વાસણની દુકાનમાં જોડાયા હતા. પરંતુ એ દુકાનમાં વકરો બહુ થતો નહિ. આખો દિવસ બેસી રહેવાનું થતું. હીરાલાલને એ ગમતું નહિ. એટલે તેઓ ફાજલ સમયનો ઉપયોગ ગ્રંથો વાંચવામાં કરતા. દુકાનમાં ધંધો સારો ચાલતો ન હોવાથી અને તેમાં હીરાલાલની કંઈ જરૂર ન હોવાથી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org