________________
૧૫૬
વંદનીય હૃદયસ્પર્શ સ્વ. મેઘાણીભાઈની જેમ જયમલ્લભાઈ માટે પણ લોકસાહિત્ય જીવનભર રસનો વિષય રહ્યો હતો. એથી જ મેઘાણીભાઈની જેમ તેઓ પણ લોકસાહિત્યના અભ્યાસ અર્થે અનેક સ્થળે ઘૂમી વળ્યા હતા. ડાયરાઓમાં, ભજનમંડળીઓમાં તથા બારોટો અને ચારણો, બાવાઓ અને સંતો એમ વિવિધ પ્રકારના લોકોની વચ્ચે રહીને તેઓ તેનું સંશોધન-અધ્યયન કરતા રહ્યા હતા.
જયમલ્લભાઈનું લોકસાહિત્યના ક્ષેત્રે અધ્યયન કેટલું ઊંડું અને શાસ્ત્રીય પદ્ધતિનું હતું અને એમનું કાર્ય કેટલું બધું પ્રતિષ્ઠિત હતું તેની ખાતરી એક જ વાત પરથી થશે કે એમણે પોતે કૉલેજમાં અભ્યાસ બિલકુલ કરેલો નહિ, શાળામાં અભ્યાસ પણ પૂરો કરેલો નહિ, તેમ છતાં લોકસાહિત્યના વિષયમાં યુનિવર્સિટીના પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે અને પરીક્ષક તરીકે એમની નિમણૂક થઈ હતી.
લોકસાહિત્યના ક્ષેત્રે જયમલ્લભાઈ સ્વ. ઝવેરચંદ મેઘાણીના સમર્થ અનુગામી બની ગયા હતા. તેમને મેઘાણીભાઈ પાસેથી સરસ તાલીમ મળી હતી. એટલે જ સૌરાષ્ટ્રમાં તેમણે લોકસાહિત્યને જીવંત રાખવામાં ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. ૧૯૫૫માં એમણે જૂનાગઢમાં “લોકસાહિત્ય વિદ્યાલય' નામની સંસ્થાની સ્થાપના કરી હતી. એ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને લોકસાહિત્યનું અધ્યયન કરાવવામાં આવતું તથા લોકસાહિત્યના ડાયરાઓમાં દુહા, ગીતો, કથાઓ કેવી રીતે રજૂ કરવાં તેની પદ્ધતિસરની તાલીમ અપાતી. દસેક વર્ષ એ સંસ્થા ચાલી તે દરમિયાન એમણે લોકસાહિત્યના વિષયમાં આવા સાઠથી વધુ કલાકારો તૈયાર કરાવ્યા હતા. તે દરમિયાન “લોકસાહિત્ય સભા' નામની સંસ્થાની સ્થાપના તેમણે કરી હતી અને તેના મંત્રી તરીકે ઘણાં વર્ષો સુધી સેવા બજાવી હતી. એવી બીજી કેટલીક સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં ડાયરાઓના કાર્યક્રમને વધુ જીવંત અને સર્જનાત્મક બનાવવામાં તેમનો ફાળો ઘણો મોટો રહ્યો હતો. આ ડાયરાઓ દ્વારા તેમણે કવિ સ્વ. દુલા કાગ, મેરુભા, કાનજી બુટા બારોટ વગેરે કલાકારોને પ્રકાશમાં આણ્યા હતા. લોકસાહિત્યના ક્ષેત્રે વર્તમાન પેઢીના કલાકારો એ દૃષ્ટિએ પોતાની સિદ્ધિઓ માટે સ્વ. જયમલ્લભાઈના ઋણી છે.
લોકસાહિત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો, રેડિયો-પ્રસારણ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org