________________
જયમલ્લ પરમાર
૧પ૩ ખંડિત કલેવરો' ઉપરાંત “અણખૂટ ધારા”, “કદમ કદમ બઢાયે જા” જેવી નવલકથાઓમાં પણ એમણે આપણી આઝાદીની લડતના દિવસોના વિવિધ પ્રવાહોનું વાસ્તવિક નર્મમર્મયુક્ત ચિત્ર દોર્યું છે.
'નિરંજન વર્મા અને જયમલ્લ પરમાર એ બે પત્રકારોએ સંયુક્ત રીતે લેખનકાર્ય ઘણાં વર્ષ સુધી કર્યું. એ બંને લેખકોને ગૌરવ અપાવે એવી એ વાત છે. યુવાન વયે લેખનકાર્યનો આરંભ કરનાર લેખકો પછીથી પોતપોતાની શક્તિ અનુસાર સ્વતંત્ર લેખન કરવા તરફ વળી જાય છે. જેની પાસે વધુ સારી લેખનશક્તિ હોય તે લેખકને પોતાની શક્તિનો બીજો કોઈ લેખક યશભાગી થાય એ ગમતી વાત હોતી નથી, પરંતુ યશ કરતાં પણ મૈત્રી જ્યારે ચઢિયાતી હોય છે અને હૃદયની ઉદારતા તથા સ્વાર્પણની ભાવના હોય છે ત્યારે બે લેખકો સંયુક્ત નામથી ઘણા દીર્ઘકાળ સુધી લખી શકે છે. ગુજરાતી સાહિત્યમાં નિરંજન વર્મા અને જયમલ્લ પરમારનું નામ એ દૃષ્ટિએ ચિરસ્મરણીય રહેશે. દુર્ભાગ્યે ૧૯૫૧માં નિરંજન વર્માનું ૩૪ વર્ષની વયે અવસાન થતાં આ પત્રકાર બેલડી ખંડિત થઈ. ત્યારપછી જયમલ્લભાઈએ પોતાનું લેખનકાર્ય ચાલુ રાખ્યું. એમણે પત્રકારત્વના ક્ષેત્રે આજીવન કાર્ય કર્યું અને સંખ્યાબંધ ગ્રંથો પ્રગટ કર્યા. એ દર્શાવે છે કે નિરંજન વર્મા સાથેના લેખનકાર્યમાં તેમનું યોગદાન ઘણું મોટું રહ્યું હશે.
જયમલ્લભાઈના જીવનની એક વિરલ ઘટના ઘણાને માટે પ્રેરણારૂપ બની રહે છે. ૧૯૩૦ની લડત દરમિયાન ઓગણીસ-વીસ વર્ષની વયે તેઓ જે જુદી જુદી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા તેમાંના એક હતા ઈશ્વરલાલ મો. દવે. એ બંને યુવાનોની મૈત્રી દિવસે દિવસે ગાઢ થતી જતી હતી. રાષ્ટ્રીય ભાવનાથી તેઓ પૂરા રંગાયેલા હતા. ઈશ્વરભાઈએ “ઊર્મિ' નામનું સામયિક ૧૯૩૦માં ચાલુ કરેલું અને પછી “ભારતી સાહિત્ય સંઘ” નામની ગ્રંથપ્રકાશનની સંસ્થા સ્થાપેલી. ૧૯૩૪માં નિરંજન વર્મા તેમની સાથે જોડાયેલા. નિરંજન ઉંમરમાં નાના હતા. આ ત્રણે મિત્રોએ એવો દઢ સંકલ્પ કરેલો કે ત્રણે સગાભાઈની જેમ જીવનભર સાથે એક જ ઘરમાં રહેવું અને દેશસેવા તથા સાહિત્યસેવાનું કાર્ય કરવું. એ રીતે તેઓ ત્રણે ઘણાં વર્ષ સાથે રહ્યા. લડત દરમિયાન ધરપકડનું વૉરંટ નીકળતાં જયમલ્લભાઈ અને નિરંજન વર્મા ભૂગર્ભમાં ચાલ્યા જવા માટે મુંબઈમાં આવીને રતુભાઈ કોઠારીને ઘરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org