________________
૧૩૮
વંદનીય હૃદયસ્પર્શ એક દાદર ચડીને પોતાના ઘરની અગાસીમાં તેઓ ક્યારેય જિજ્ઞાસાવૃત્તિથી પણ ગયા નહોતા. અગાસી કેવી છે તે વિષ્ણુભાઈએ જોઈ નહોતી. પરંતુ એક દિવસ અચાનક સંજોગવશાત્ તેમને અગાશીમાં ફરજિયાત જવું પડ્યું હતું. એ પ્રસંગ હતો તાપી નદીના પૂરનો. કેટલાંક વર્ષ પહેલાં તાપી નદીમાં બહુ મોટું પૂર આવ્યું હતું. ત્યારે આખા સૂરત શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં. એ વખતે વિષ્ણુભાઈના ઘરમાં પણ પાણી ભરાઈ જવાને લીધે પત્ની અને પુત્રી સાથે તેઓને પણ ઉપર અગાશીમાં ચડી જવું પડ્યું હતું. જ્યારે પૂર ઊતરતું ગયું ત્યારે સૂરતના એકેએક ઘરમાં પુષ્કળ કાદવ ઠાલવતું ગયું. એવા કાદવવાળા ઘરને સાફ કરવામાં ઘણો પરિશ્રમ લેવો પડે એમ હતો. એ વખતે પોતાનો રૂમ સાફ થયા પછી વિષ્ણુભાઈ અગાશીમાંથી નીચે આવ્યા હતા. એ પછી તેઓ જીવનના અંત સુધી અગાશીમાં ક્યારેય ગયા નહોતા. આ રીતે પોતાના જ ઘરમાં પોતાની અગાશીમાં જવાનો પ્રસંગ ત્રીસેક વર્ષના નિવાસ દરમિયાન એક જ વાર તેમને માટે બન્યો હતો અને તે તાપી નદીમાં આવેલા ભૂતપૂર્વ પૂરને કારણે.
વિષ્ણુભાઈ કોઈ કોઈ વખત કહેતા કે “જગતમાં અને જીવનમાં કેટલીક વસ્તુઓ સારભૂત અને અમૂલ્ય છે.” આપણા બધા ભારતીય ગ્રંથોમાં તેમને માટે ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ગીતા પ્રિયમાં પ્રિય ગ્રંથો હતા. તેઓ કહેતા કે “કોઈ કદાચ મને પૂછે કે દુનિયામાં પ્રલય થવાનો છે અને તમને સલામત જગ્યાએ લઈ જવાના છે, તો તમે તમારી કઈ પ્રિય વસ્તુઓ સાથે લઈને પહોંચી જાવ? તો હું જવાબમાં કહ્યું કે ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ગીતા લઈને હું સલામત સ્થળે ચાલ્યો જઈશ.” તાપી નદીમાં જ્યારે પૂર આવ્યાં અને વિષ્ણુભાઈ પોતાના ઘરની અગાશીમાં ચાલ્યા ગયા તે વખતે તેઓ ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ગીતા લઈને ગયા હતા. પૂર આવવાના કારણે ઘણા લોકોએ પોતાની સ્વસ્થતા ગુમાવી હતી, પરંતુ વિષ્ણુભાઈ એ પ્રસંગે પણ સ્વસ્થ રહ્યા હતા. પૂરને લીધે ઘરવખરીને કેટલુંય નુકસાન થયું હતું, પરંતુ વિષ્ણુભાઈની મનોદશા તો સ્થિતપ્રજ્ઞ જેવી, નાનુ શોવંતિ પંહિતા: જેવી જ રહી હતી.
વિષ્ણુભાઈએ પોતાની નિવૃત્તિના અરસામાં પોતાની કમાણી અને બચતમાંથી અમદાવાદમાં “શ્રી સદ્ધ સોસાયટીમાં ઘર લીધું હતું. પ્રો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org