________________
૧૩૬
વંદનીય હૃદયસ્પર્શ પીતા નહિ. એમના માટે કેન્ટીનનું પાણી ગરમ કરાવીને પછી ઠારીને હું લઈ આવતો અને તે પાણી તેઓ પીતા. ચા કરતાં કૉફી તેમને વધારે અનુકૂળ રહેતી. પોતાની આવી શારીરિક પ્રતિકૂળતા છતાં વિષ્ણુભાઈ આખો દિવસ બેસીને સતત કામ કરતા. વાંચવું, વિચારવું, નિર્ણય કરવો એ બધું એમની પ્રિય એવી પ્રવૃત્તિ હતી. એટલે માનસિક શ્રમ એમને ઓછો લાગતો. પોતાને સોપેલું કામ તેઓ બંને ખંત, ચીવટ અને નિષ્ઠાથી કરતા. નિર્ણાયક તરીકે પોતાની પસંદગી થઈ છે એવું બીજાને જણાવીને જશ કે મોટાઈ મેળવવાની તેમનામાં જરા પણ વૃત્તિ નહોતી. એ જોઈને તેમના પ્રત્યે મને ઘણો આદર થતો.
વિષ્ણુપ્રસાદ કૉલેજમાં અધ્યાપનકાર્ય કરતા ત્યાં સુધી તો સ્વસ્થતાનુસાર સક્રિય રહેતા. સાહિત્ય પરિષદ, યુનિવર્સિટી કે સરકારી સમિતિઓનાં નિમંત્રણ તેઓ સ્વીકારતા અને બહારગામનો પ્રવાસ પણ કરતા. કલકત્તામાં યોજાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં પ્રમુખસ્થાને પણ તેઓ બિરાજી ચૂક્યા હતા. યુવાન વયે તેઓ ટેનિસ પણ રમતા અને સાઈકલ ફેરવતા એટલે શરીરે સશક્ત હતા. પરંતુ નિવૃત્તિકાળ ચાલુ થયા પછી તેમને કોઈ કોઈ વખતે એવા અનુભવો થયા કે જેથી એમને સ્વેચ્છાએ સતત ગૃહવાસ સ્વીકારી લીધો. તેઓ “ગૃહસ્થ' શબ્દાર્થથી બની ગયા હતા. એકાદ વખત લાંબું ચાલવાને કારણે, એકાદ વખત દોડવાને કારણે એમને ગભરામણ થયેલી: શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું. ત્યારથી “હું બહુ ચાલીશ તો મને કંઈક થઈ જશે.' એવી ભીતિ એમના મનમાં ઘર કરી ગઈ હતી. આવો એક પ્રકારનો phobia – માનસિક વ્યાધિ એમને થઈ ગયો હતો. એવા એક પ્રસંગનું વર્ણન કરતાં તેમણે મને કહ્યું હતું કે પહેલાં પોતે સાંજે એક માઈલ સુધી ફરવા જતા. એટલી એમની શક્તિ હતી. એક વખત કોઈકની સાથે ફરવા ગયેલા ત્યારે સાથે ફરનાર વ્યક્તિએ હર્ષમાં આવીને કહ્યું કે “આજે તો આપણે સવા માઈલ સુધી ચાલ્યા.' કહેનારે સહજ ભાવથી ઉત્સાહથી કહ્યું, પણ વિષ્ણુભાઈને મનમાં ફાળ પડી કે “હું મારી શક્તિની ઉપરવટ ચાલ્યો છું.” એટલે તરત તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા અને હાંફતાં હાંફતાં માંડ માંડ ઘરે પહોંચ્યા. આવા કેટલાક અનુભવો પછી તેમણે સંકલ્પ કર્યો હતો કે “હવેથી ઘરની બહાર ક્યાંય જવું જ નહિ અને ઘરમાં બેસી આખો દિવસ સ્વસ્થતાપૂર્વક સ્વાધ્યાય અને લેખનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org