________________
૧૪૭
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નહિ કે જ્યારે સવારથી સાંજ સુધી કોઈ એમને મળવા ન આવ્યું હોય. એ માટે એપોઈન્ટમેન્ટની જરૂર નહોતી રહેતી.
નિવૃત્તિકાળમાં વિષ્ણુભાઈને ત્યાં આવનારા એમના વખતના અધ્યાપકોમાં વ્રજરાય દેસાઈ, કે. એલ. દેસાઈ, એન. એમ. શાહ વગેરે મુખ્ય હતા. એમના વિદ્યાર્થીઓમાં કુંજવિહારી મહેતા, જયંત પાઠક, કૃષ્ણવીર દીક્ષિત, ઉશનસ્, રતન માર્શલ વગેરે એમને ત્યાં વારંવાર આવતા. જ્યોતીન્દ્ર દવે અને ચંદ્રવદન મહેતા જ્યારે પણ સૂરત જાય ત્યારે વિષ્ણુભાઈના ઘરે અચૂક જતા. જ્યોતીન્દ્ર દવેએ એમ. ટી. બી. કૉલેજમાં સંસ્કૃત વિષયના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દી ચાલુ કરેલી. એટલે યુવાન વયે વિષ્ણુભાઈ અને
જ્યોતીન્દ્ર દવે એ બે એમ. ટી.બી. કૉલેજના સંસ્કૃતના અધ્યાપકો વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ હતી. વિષ્ણુભાઈના ઘરે જયોતીન્દ્ર દવે અને ચંદ્રવદન મહેતા બંને સાથે ભેગા થયા હોય ત્યારે હાસ્યની તો મહેફિલ જામતી.
સૂરત હું જ્યારે જ્યારે જતો ત્યારે ત્યારે સમય કાઢીને વિષ્ણુભાઈને ત્યાં અચૂક જતો. ઘણી વાર મારી સાથે મારાં પત્ની પણ આવતાં. અમેરિકા જતાં પૂર્વે મારા પુત્ર ચિ. અમિતાભને પણ વિષ્ણુભાઈનાં દર્શન કરવાની ભાવના હતી અને એ વખતે એણે વિષ્ણુભાઈ સાથેની વાતચીત પણ રેકર્ડ કરી લીધી હતી. વિષ્ણુભાઈની એક દોહિત્રીનું નામ ગાર્ગી અને મારી દોહિત્રીનું નામ પણ ગાર્ગી, એટલે છેલ્લાં થોડાં વર્ષોમાં જ્યારે અમે ઘરે જઈએ ત્યારે બંને ગાર્ગીની વાત અવશ્ય નીકળે જ. વિષ્ણુભાઈની સ્મરણશક્તિ જીવનના અંત સુધી ઘણી જ સારી રહી હતી.
વિષ્ણુભાઈનું આતિથ્ય અને સૌજન્ય પ્રેરણા લેવા જેવું હતું. એમના ઘરમાં વાતચીતનું વાતાવરણ પ્રસન્ન અને નિરામય રહેતું. કોઈ પણ વ્યક્તિની નબળાઈઓની વાત નીકળે તો તેઓ સમભાવ અને ઉદાસીનતા દર્શાવતા. તેઓ તેમાં રાચતા નહિ કે તિરસ્કાર દાખવતા નહિ. એકંદરે તેઓ પૂર્વગ્રહ કે પક્ષપાત વગર વાત કરતા અને તેમાંથી ગ્રહણ કરવા જેવા બોધ તરફ લક્ષ દોરતા. વિષ્ણુભાઈને પ્રણામ કરી અમે વિદાય લઈએ ત્યારે અમે આગ્રહપૂર્વક ના પાડીએ છતાં ઘરની બહાર પગથિયાં સુધી મૂકવા આવતા. પછીનાં વર્ષોમાં પોતાના રૂમના દરવાજા સુધી આવતા, ત્યાર પછીના વર્ષોમાં તેઓ પલંગમાંથી ઊભા થઈ જતા અને છેલ્લે તો તેઓ પલંગમાં બેઠાં બેઠાં વિદાય આપતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org