________________
૧૩૯
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અનંતરાય રાવળ, આચાર્યશ્રી યશવંત શુક્લ વગેરે અધ્યાપકોની સાથે પોતાને પણ રહેવા મળે અને સાહિત્યકારોનો સહવાસ મળે એ આશયથી ઘર લીધું હતું, પરંતુ તે દરમિયાન તો પોતાની માનસિક બીમારી ચાલુ થઈ ગઈ હતી. એટલે સોસાયટીમાં પોતે કરાવેલા ઘરનો કબજો લેવા માટે કે વાસ્તુ કરવા માટે પણ તેઓ અમદાવાદ ગયા ન હતા. આ સોસાયટી થયાને દસેક વર્ષ વીતી ગયાં હતાં. એકાદ વખત હું એમને સૂરત મળવા ગયો હતો ત્યારે શ્રી સ% સોસાયટીના ઘરની વાત નીકળી હતી. એમણે કહ્યું કે “ઘર કરાવ્યાને વર્ષો થઈ ગયાં છે, પરંતુ મારું એ ઘર કેવું છે તે મેં હજુ નજરે જોયું નથી. મને એ માટે કોઈ ઉત્સુકતા પણ નથી રહી. હું મારું ઘર જોયા વગર રહી ગયો એવો ભાવ પણ મને ક્યારેય થયો નથી.”
શ્રી સદ્ધ સોસાયટીના આ ઘરની મુલાકાત અચાનક ફરજિયાત લેવાનો પ્રસંગ વિષ્ણુભાઈને પ્રાપ્ત થયો હતો. એમનાં પત્ની શાંતાબહેનને પક્ષઘાતનો એકાએક હુમલો થયો. ડૉક્ટરે સલાહ આપી કે હુમલો ગંભીર છે અને તેની સારવાર સૂરતમાં સરખી નહિ થાય, માટે દર્દીને મુંબઈ અથવા અમદાવાદ લઈ જવાનું સલાહભર્યું છે. મુંબઈ કરતાં અમદાવાદમાં વધારે અનુકૂળતા રહે. પોતાનું ઘર પણ ત્યાં છે. એ દૃષ્ટિએ શાંતાબહેનને અમદાવાદ લઈ જવાનું નક્કી થયું હતું. એ માટે મોટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. ઘરમાં બીજા કોઈ સભ્યો પણ નહિ અને વિષ્ણુભાઈએ જાતે તો જવું જ પડે. એ વખતે મજબૂત મનોબળ કરીને વિષ્ણુભાઈ શાંતાબહેનની સાથે સૂરતથી અમદાવાદ ગયા. એમને માટે મોટરકારનો આટલો લાંબો પ્રવાસ જિંદગીમાં પહેલી વારનો હતો. અમદાવાદ જઈને એમણે પોતાનું ઘર પણ ઘણાં વર્ષે પહેલી વાર જોયું. શાંતાબહેનને કંઈક સારું થતાં તેઓ ફરી પાછા મોટરમાં સૂરત આવી ગયા હતા. ત્યારપછી હું સૂરત એમને મળવા ગયો હતો. શાંતાબહેન ખુરશીમાં બેઠાં હતાં. મેં શાન્તાબહેનની સાથે વાત ચાલુ કરી. કેટલાક જવાબ બરાબર નહોતા અપાતા. ત્યાં વિષ્ણુભાઈએ જ કહ્યું કે તેમની સ્મૃતિ ચાલી ગઈ છે. બ્રેઈનને નુકસાન પહોંચ્યું છે. એટલે તેમને માટે હવે માત્ર વર્તમાનકાળ જ રહ્યો છે.
| વિષ્ણુભાઈને સંતાનોમાં એક જ દીકરી ચિ. વસંતિકા. મુંબઈના જાણીતા શિક્ષક અને હાસ્યરસના લેખક શ્રી ભગવત ભટ્ટના પુત્ર નિકુંજભાઈ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org