________________
૧૨૯
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સંસ્કૃત સાથે ગુજરાતી વિષય લીધો હતો.
વિષ્ણુભાઈ અમદાવાદની કૉલેજમાં અભ્યાસ કરવા ગયા ત્યારે તેમનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. તેમનાં પત્નીનું નામ તારામતી પ્રાણશંકર મહેતા હતું. પત્નીની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. પોતાની આ પ્રથમ પત્ની સાથેનું દામ્પત્યજીવન પંદરેક વર્ષ રહ્યું હતું. આ પત્નીથી તેમને બે સંતાનો થયાં હતાં, પરંતુ તે બંને સંતાનો બાળવયમાં જ ઊટાટિયું થતાં ગુજરી ગયાં હતાં. વિષ્ણુભાઈનાં પત્નીની તબિયત પણ નરમગરમ રહેતી હતી. ૧૯૩૨માં આ પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. એ વખતે વિષ્ણુભાઈના કુટુંબમાં પોતે અને પોતાની માતા જેઠીબાઈ એમ બે જ જણ રહ્યાં હતાં. ભર યુવાન વયે વિધુર થયેલા વિષ્ણુભાઈને બીજું લગ્ન કરવાની ઇચ્છા નહોતી, પરંતુ એમની માતાનો તે માટે અત્યંત આગ્રહ રહ્યા કર્યો હતો. તેથી ૧૯૩૪માં વિષ્ણુભાઈએ બીજું લગ્ન શાંતાબહેન માણેકલાલ ભટ્ટ સાથે કર્યું હતું.
એમ.એ.નો અભ્યાસ કરવા સાથે વિષ્ણુભાઈ સુરતની એમ. ટી. બી. કૉલેજમાં સંસ્કૃત વિષયના અધ્યાપક તરીકે જોડાયા હતા. તે વખતે કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ધનંજય આર. ગાડગીલ (આયોજન પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ) હતા, જેમણે આગળ જતાં આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો. ગાડગીલ પછી કેટલેક વખતે કૉલેજના પ્રિન્સિપાલ તરીકે ડૉ. એન. એમ. શાહ આવ્યા હતા. તેઓ ગણિતના નિષ્ણાત અને રેંગલર હતા. ગણિત વિશે તેમણે કેટલાંક પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. એન એમ. શાહ શિસ્તની બાબતમાં ઘણા કડક હતા, પરંતુ અત્યંત ઉત્સાહી અને કૉલેજના વિદ્યાર્થીઓના અભ્યાસના સ્તરને ઊંચે ચડાવવાની ધગશવાળા હતા. વિદ્યાર્થીઓની અને અધ્યાપકોની શક્તિના તેઓ પારખુ હતા અને કદર કરવાવાળા હતા. એટલે એ દિવસોમાં વિષ્ણુભાઈ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે કામ કરતા હતા તેમને અંગ્રેજી સાહિત્યનો વિષય ભણાવવાનું સોંપ્યું હતું અને પછીનાં વર્ષોમાં તેમણે જોયું કે વિષ્ણુભાઈનો ગુજરાતી સાહિત્યનો અભ્યાસ પણ ઘણો સારો છે અને તેઓ એક સમર્થ લેખક અને વિવેચક છે એટલે ગુજરાતી વિષય ભણાવવાનું પણ તેમણે વિષ્ણુભાઈને સોંપ્યું હતું.
સૂરતની કોલેજમાં પોતે અધ્યાપક તરીકે જોડાયા અને સૂરત રહેવા ગયા ત્યારે વિષ્ણુભાઈએ એ વખતના સુરતીઓમાં પહેરાતી કાળી ગોળ બનાતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org