________________
ચંદ્રવદન મહેતા
૧૧૭ હોય છે. પ્રમુખસ્થાને બેઠેલી વ્યક્તિને છેલ્લી બે મિનિટ બોલવા મળે તો મળે. ફાલતુ વક્તાઓ માઇક જલદી છોડે નહિ. પ્રમુખ કે મંત્રીની કાર્યવાહી તેમને પૂછ્યા વગર ત્રીજા જ કોઈ કાર્યકર્તા કરી નાખે. પ્રમુખને બદલે બીજા જ કોઈ માણસો મંચ ઉપર આવી પ્રમુખે કરવાની જાહેરાતો કરી નાખે. જેમનું સ્થાન મંચ ઉપર હોવું ન ઘટે તેવી વ્યક્તિઓને સભામાંથી લોકો કે કાર્યકર્તાઓ આગ્રહ કરીને મંચ ઉપર લઈ આવે અને બેસાડે. આવા ઘણાખરા પ્રસંગોમાં ઔપચારિકતાનો ભંગ થતો હોવાનું જાણતા હોવા છતાં પ્રમુખ કે મંત્રી સૌજન્યશીલ રહીને મૌન સેવતા હોય છે. પરંતુ ચંદ્રવદન એ બાબતમાં હંમેશાં સ્પષ્ટવક્તા રહેતા. કોઈને માઠું લાગે તો તેની પરવા કરતા નહિ. * એક વખત ગુજરાતના એક નગરમાં ચંદ્રવદન મહેતાના પ્રમુખસ્થાને ગુજરાતીના અધ્યાપકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. હું પણ એમાં ઉપસ્થિત હતો. સભાની કાર્યવાહી પ્રમુખ તરીકે ચંદ્રવદન સંભાળતા હતા. એમની બાજુમાં સંમેલન માટે નિમંત્રણ આપનાર કૉલેજના આચાર્ય બેઠા હતા. એક વિષયની ચર્ચા ચાલતી હતી. ચર્ચા લાંબી ચાલી અને જમવાનું મોડું થતું હતું એટલે આચાર્યશ્રીએ ઊભા થઈ કહ્યું : “આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ.” તરત ચંદ્રવદને ઊભા થઈ આચાર્યશ્રીને કડક અવાજે પૂછ્યું: “સભાના પ્રમુખ તમે છો કે હું છું? તમે આવી જાહેરાત કેવી રીતે કરી શકો ?” પછી સભાને તેમણે કહ્યું, “આપણી ચર્ચા ચાલુ રહે છે. હું કહીશ ત્યારે બંધ થશે.”
મદ્રાસમાં યોજાયેલા ગુજરાતી પરિષદના સંમેલનમાં પણ ચંદ્રવદનના ઔપચારિકતાના આગ્રહનો પરિચય થયેલો. એમના પ્રમુખસ્થાને એક બેઠક ચાલતી હતી. ત્યાં સભામાં ગવર્નર આવી પહોંચ્યા. કેટલાક કાર્યકર્તાઓ ગવર્નરને મંચ ઉપર બેસાડવા માટે લઈ આવ્યા. ગવર્નર ટૂંકું ભાષણ આપ્યું ત્યારે ચંદ્રવદન એટલો વખત મંચ ઉપરથી ઊતરીને નીચે શ્રોતાઓમાં બેસી ગયા હતા. ગવર્નરના ગયા પછી એમણે મંચ ઉપર આવીને આ પ્રકારની કાર્યવાહીના પોતે સખત વિરોધી છે એવો સ્પષ્ટ સૂર દર્શાવ્યો હતો.
ચંદ્રવદને નિવૃત્ત થયા ત્યાં સુધી રેડિયોની નોકરી કરેલી. રેડિયોના કાર્યક્રમો ઘડિયાળના મિનિટના અને સેકન્ડના કાંડા પ્રમાણે ચાલે.રેડિયોની આ શિસ્ત બ્રિટિશ અધિકારીઓએ દાખલ કરેલી. ત્યારથી એ શિસ્ત સચવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org