________________
૧૧૫
ચંદ્રવદન મહેતા બંનેનાં પુસ્તકો વગર-પૂછે છાપી નાખે અને રોયલ્ટીની રકમ આપે નહિ. એ માટે જ્યોતીન્દ્ર પોતાનું દુ:ખ વ્યક્ત કરે, પણ સૌજન્યશીલ સ્વભાવને કારણે લખે નહિ કે ઉઘરાણી કરે નહિ. ચંદ્રવદન રોયલ્ટીની બાબતમાં બેફિકર, પણ ખીજાય તો પ્રકાશકને ધધડાવીને કાગળ લખે.
ચંદ્રવદન અને જ્યોતીન્દ્રનાં ઘણાં સ્મરણો આ રીતે અમારી મિટિંગમાં તાજાં થાય. મિટિંગના સમય કરતાં અડધો કલાક કે કલાક વહેલાં આવીને બંને બેઠા હોય. એમના અનુભવો સાંભળવા મળે એટલે હું પણ વહેલો પહોંચ્યો હોઉં. બંનેને કેટલાયે જાહેર કાર્યક્રમોમાં સતત જવાનું હોય એટલે એમની વાતો અનુભવસિદ્ધ હોય. બંને ખેલદિલ પણ એટલા જ. એમનો એક લાક્ષણિક અનુભવ ભુલાય એવો નથી. એક વખત સૂરતની કોઈ એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે જ્યોતીન્દ્ર દવેને નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તાએ એ જ કાર્યક્રમ માટે ભૂલથી ચંદ્રવદન મહેતાને પ્રમુખ તરીકે પધારવા માટે નિમંત્રણ આપેલું. કાર્યક્રમમાં બંને પહોંચ્યા ત્યારે ખબર પડી કે કંઈક ગોટાળો થયેલો છે. કાર્યકર્તાઓ મૂંઝાયા. જ્યોતીન્દ્ર અને ચંદ્રવદન ખેલદિલ એટલે ગુસ્સો ન કર્યો. બંનેએ તોડ કાઢ્યો કે કાર્યક્રમમાં એક પ્રમુખને બદલે બે પ્રમુખ રહે. પ્રમુખ તરીકે અડધું વાક્ય ચંદ્રવદન બોલે અને તે વાક્ય
જ્યોતીન્દ્ર પૂરું કરે. પછી અડધું વાક્ય જ્યોતીન્દ્ર બોલે અને તે ચંદ્રવદન પૂરું કરે. આમ સભાના પ્રમુખ બે, પણ ભાષણ એક રહે. આ રીતે અડધો કલાક બંનેએ વારાફરતી બોલીને કાર્યક્રમને વધુ રસિક, સફળ અને યાદગાર બનાવ્યો હતો. - ફાર્બસમાંથી ભૃગુરાય અંજારિયા છૂટા થયા પછી સમિતિમાં પણ થોડા ફેરફારો થયા. સમિતિના ઘણા સભ્યો મુંબઈના કોટ વિસ્તારમાં કામ કરે અને સાંજને સમયે ફાર્બસ સુધી પહોંચવાનું અઘરું પડે. એટલે મિટિંગ પણ કોટ વિસ્તારમાં બોલાવાતી. અડધો કલાક કે કલાક વહેલાં આવવાને ટેવાયેલા ચંદ્રવદન એકલા બેઠા મૂંઝાય. એક વખત મને કહે : “સંસ્થાની મિટિંગ સંસ્થાના કાર્યાલયમાં હોય એમાં જ એનું ગૌરવ છે. બીજે મિટિંગ થાય છે તે મને પસંદ નથી.” ફાર્બસનું પ્રમુખપદ આજીવન હોય છે. અગાઉના પ્રમુખો એ રીતે આજીવન રહેલા. ચંદ્રવદને ફાર્બસમાંથી પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. ઉંમરને કારણે હશે એમ મેં માન્યું. એ પ્રમુખસ્થાનની જવાબદારી મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org