________________
મૂળશંકર મો. ભટ્ટ
૧૦૫ સંસ્મરણોનાં ઘણાં બધાં પુસ્તકો સંગ્રહવામાં આવ્યાં છે. ઉત્તર ધ્રુવની શોધસફર' લખવાને નિમિત્તે આ બધી માહિતી મેળવવાની મને સારી તક મળી છે.” સાહસિક પ્રવાસ અને શોધસફરના સાહિત્યના અમારા સમાન રસને કારણે એ વિષયની ઘણી વાતો એમની સાથે થતી.
મૂળશંકરભાઈ એટલે આજન્મ શિક્ષક. મૂળશંકરભાઈ એટલે સરળતા, સાત્ત્વિકતા અને સંસ્કારિતાની મૂર્તિ. મૂળશંકરભાઈ એટલે ઉદાર, વત્સલ અને સૌજન્યશીલ વ્યક્તિ. મૂળશંકરભાઈ એટલે પ્રેરણા, પ્રમોદ અને પ્રોત્સાહનનું ઉગમસ્થાન. મૂળશંકરભાઈ એટલે ભાર વિનાનું, નિરાડંબર વ્યક્તિત્વ. મૂળશંકરભાઈ એટલે અનેકનાં સ્વજન.
અજાણ્યાં અપરિચિત બાળકો પ્રત્યે પણ એક માતાથી વિશેષ વાત્સલ્ય મૂળશંકરભાઈના હૃદયમાં રહેલું હતું. વિદ્યાર્થી તરીકે એમના હાથ નીચે તાલીમ પામેલા કેટલાય વિદ્યાર્થીઓએ એમના અવસાનથી પોતાની માતા ગુમાવ્યા જેવું દુઃખ અનુભવ્યું હશે ! કેટલાંકે પોતાના સ્વજન ગુમાવ્યાની સંતપ્ત લાગણી અનુભવી હશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org