________________
૧૧૦
વંદનીય હૃદયસ્પર્શ વરતાતો હતો. સાંભળતાં જ ખબર પડી જાય કે આ રંભાબહેન બોલી રહ્યાં છે. જે રેડિયો-નાટિકામાં રંભાબહેને ભાગ લીધો હોય તેને સરસ ઉઠાવ મળતો. રંભાબહેને પોતે લખેલી નાટિકાઓમાં પણ જો એમણે પોતે ભાગ ન લીધો હોય તો તે એટલી જામે નહિ. રંભાબહેનની નાટિકાઓ પણ ઘરગથ્થુ વિષયોની, સરેરાશ મહિલાશ્રોતાના હૃદયને તરતસ્પર્શી જાય એવી હતી. વળીએમની શૈલી પણ હળવી હતી. કેટલીક વાર તો હળવા વિષયની એમણે સરસ ચોટદાર રજૂઆત કરી હોય. એમની કેટલીક નાટિકાઓ એટલી લોકપ્રિય નીવડેલી કે દિલ્હી રેડિયો તરફથી ભારતની જુદી જુદી ભાષાઓમાં તેનું રૂપાંતર રજૂ થયું હતું.
રંભાબહેન ઘણાં પ્રેમાળ હતાં. એમના સ્નેહની હૂંફનો સરસ અનુભવ તો જે એમના નિકટના સંપર્કમાં આવ્યાં હોય એમને થયા વગર રહે નહિ. રંભાબહેન અને મનમોહનભાઈ સાધનસંપન્ન હોવા છતાં તેમના નોકરચાકર પ્રત્યેના વર્તનમાં પણ સભાવ દેખાતો. એમના ઘરે જે નોકરો ઘરકામ કરે તે પણ જાણે કે કુટુંબના સભ્યો હોય તેવું લાગે. રંભાબહેને પાકશાસ્ત્રનો સારો અભ્યાસ કર્યો હતો. ઘરે પોતે જે વિવિધ વાનગીઓ બનાવતાં તેનો લાભ નોકરચાકરોને પણ મળતો.
રંભાબહેન અને મનમોહનભાઈનું દામ્પત્યજીવન અત્યંત ઉષ્માભર્યું હતું. સંતાન નહિ છતાં ક્યારેય તેમને સંતાનની ખોટ જણાઈ નહોતી. ગ્રંથોરૂપી માનસ-સંતાનથી રંભાબહેનને ઘણો સંતોષહતો. નાટિકાઓ, વાર્તાઓ, લેખો, ટુચકાઓને મળતાં સંખ્યાબંધ પુસ્તકો રંભાબહેનનાં પ્રગટ થયાં છે. જીવનના છેલ્લા એક વર્ષમાં દસ જેટલાં એમનાં પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. મનમોહનભાઈએ ચીવટપૂર્વક એ કાર્ય રંભાબહેનની હાજરીમાં જ પાર પાડી આપ્યું હતું. રંભાબહેનની સાહિત્યિક પ્રતિભાના પોષણમાં મનમોહનભાઈનો ફાળો ઘણો મોટો હતો. જુદાં જુદાં પુસ્તકાલયોમાંથી નવાં નવાં અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો તેઓ લઈ આવતા અને એના વાંચનથી રંભાબહેનને અનેક નવા નવા વિષયો લેખન માટે સૂઝતા હતા. રંભાબહેને કહ્યું પુસ્તક વાંચ્યું છે અને કયું નથી વાંચ્યું એની નોંધ મનમોહનભાઈ પ્રત્યેક પુસ્તકમાં એવી ગુખનિશાનીરૂપે કરી રાખતા હતા કે પુસ્તકાલયમાંથી પુસ્તક હાથમાં લેતાં ફક્ત એમને જ ખબર પડે કે એ પુસ્તક રંભાબહેને અગાઉ વાંચ્યું છે કે નહિ. આર્થિક દૃષ્ટિએ સંપન્ન એવું રંભાબહેનનું ઘર પુસ્તકો અને સામયિકોથી ઊભરાતું, છતાં અત્યંત સ્વચ્છ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org