________________
૧૯ ચંદ્રવદન મહેતા
સુપ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાનું વડોદરામાં તા. ૪થી મે, ૧૯૯૧ના રોજ નેવું વર્ષની ઉંમરે અવસાન થયું. એમના અવસાનથી એક સમર્થ સાહિત્યસ્વામી અને ઉષ્માભર્યા વડીલ સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું.
ઈલાકાવ્યો'ના કવિ, “આગગાડી', “નાગાબાવા”, “મૂંગી સ્ત્રી' વગેરે નાટ્યકૃતિઓના લેખક, “બાંધ ગઠરિયાં', “છોડ ગઠરિયાં', “સફર ગઠરિયાં', રેડિયો ગઠરિયાં' વગેરે ગઠરિયાંઓના સર્જક, ભારતમાં અને વિદેશોમાં કેટકેટલી પરિષદોમાં પ્રમુખસ્થાન ધરાવનાર, ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર, રણજિતરામ સુવર્ણચંદ્રક અને એવા બીજા ચંદ્રકો અને પારિતોષિકો મેળવનાર, આઝાદીની લડતમાં સત્યાગ્રહી તરીકે ભાગ લેનાર, ગાંધીજીના ‘નવજીવનમાં સંપાદકીય કાર્યવાહી કરનાર, પદ્મશ્રીનો ઈલ્કાબ ધરાવનાર, કેટલીક યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસરનું નિમંત્રણ મેળવનાર, માનાઈ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, સતત પ્રવાસ કરનાર, અનેક કુટુંબો સાથે ઘરોબો ધરાવનાર, તરખાટવાળા, મિજાજ કડક અને દિલથી કોમળ એવા ચંદ્રવદન મહેતા સર્વતોમુખી પ્રતિભા ધરાવનાર “જિનિયસ' હતા. ઉમાશંકર જોશી, સુન્દરમ્, સ્નેહરશિમના અવસાન પછી ચંદ્રવદનની વિદાયથી ગાંધીયુગના ત્રીસીના સર્જક કવિલેખકોનો યુગ હવે આથમી ગયો હોય તેવું ભાસે છે.
ચંદ્રવદન મહેતાને મેં પહેલવહેલા જોયા અમારી ઝેવિયર્સ કૉલેજમાં ૧૯૪૪માં. અમારા પ્રાધ્યાપક કવિ બાદરાયણ એમને વ્યાખ્યાન માટે અમારા વર્ગમાં લઈ આવ્યા હતા. બાદરાયણ (ભાનુશંકર વ્યાસ) અને ચંદ્રવદન મહેતા એલ્ફિન્સ્ટન કૉલેજમાં કવિ-વિવેચક નરસિંહરાવના વિદ્યાર્થી હતા અને એથી એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. એટલે ચન્દ્રવદન વ્યાખ્યાન આપવાના છે એ જાણીને મને બહુ આનંદ થયો હતો. સાહિત્યમાં મને રસ હતો અને કૉલેજકાળમાં જેનાટકો બહુ રસથી મેં વાંચ્યાં હતાં તેમાં ચંદ્રવદનનાં નાટકો વધુ રસથી મેં વાંચ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org