________________
૧૦૮
એટલા માટે સોપાને વડોદરામાં જુદું ઘર પણ રાખ્યું હતું.
સોપાન અને લાભુબહેનનું દામ્પત્યજીવન બીજાંને પ્રેરણા લેવાનું મન થાય એવું હતું. બંને એકબીજાની સંભાળ રાખતાં. સોપાન જ્યારે લાભુબહેનની વાત કરે ત્યારે ખૂબ ઉમળકાથી માનભર્યા શબ્દો બોલતા.
વંદનીય હૃદયસ્પર્શ
છેલ્લાં કેટલાંક વર્ષથી હૃદયરોગની બીમારીના કારણે સોપાનની તબિયત બગડી હતી. એમનું શરીર લથડ્યું હતું, પણ મન ઘણું મજબૂત હતું. લાકડીના ટેકે તેઓ એકલા બહાર જતા અને ધીમે ડગલે ચાલતા. કોઈક વખત એમના નિવાસસ્થાન પાસે ધોબી તળાવ ઉપર કે પ્રિન્સેસ સ્ટ્રીટની શાકમારકીટ પાસે તેઓ મને મળી જતા ત્યારે ઊભા રહીને નિરાંતે વાત કરે.
કેટલાક મહિના પહેલાં એમને હૃદયરોગનો હુમલો થયો ત્યારે ભાટિયા હૉસ્પિટલમાં તેમને જોવા અમે ગયાં હતાં. ત્યારે પણ તેઓ મનથી સ્વસ્થ હતા, અને કહેતા કે ‘આ જીવનયાત્રા હવે પૂરી થવામાં છે. એને માટે હું મનથી સજ્જ થઈને બેઠો છું.’
સોપાને જીવનને સક્રિયપણે માણ્યું હતું. સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે એમની કાર્યસિદ્ધિ વિશિષ્ટ પ્રકારની રહી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org