________________
મોહનલાલ મહેતા – સોપાન
૧૦૭ હસાવતા. કોલેજના વિદ્યાર્થીઓનાં રસ અને કક્ષા અનુસાર બોલવાની સોપાનને સારી ફાવટ હતી.
સોપાન ઑફિસ-બદ્ધ પત્રકાર નહોતા. એકસાથે બે દૈનિકોના તંત્રી હોવા છતાં તેઓ ઘણાં ક્ષેત્રોમાં ઘૂમી વળતા. કામ કરવાની અને બીજાઓ પાસેથી કામ લેવાની સારી સૂઝ અને આવડત એમનામાં હતી. મુંબઈમાં સ્થપાયેલા ગુજરાતી લેખક-મિલનની પ્રવૃત્તિઓમાં પણ તેઓ ઉપસ્થિત રહી સક્રિય ભાગ લેતા. સ્વભાવે પત્રકાર હોવાથી વિવિધ વર્તમાન રાજદ્વારી, સામાજિક સાહિત્યિક ઘટનાઓ વિશે તેઓ લખ્યા વગર રહી શકતા નહિ. એક જ બેઠકે આખો લેખ તેઓ પૂરો કરી નાખતા. - સોપાન “જન્મભૂમિ'માંથી નિવૃત્ત થયા. ઉંમરને કારણે પત્રકારત્વના ક્ષેત્રની કેટલીક પ્રવૃત્તિઓ એમણે ઓછી કરી નાખી. તે દરમિયાન તેઓ રોજ સાંજે નિયમિતપણે લાભુબહેનની સાથે મરીન ડ્રાઇવ ઉપર ફરવા આવતા. હું પણ મારાં પત્ની સાથે ફરવા નીકળ્યો હોઉં એટલે સોપાન દંપતીને અનેક વાર મરીન ડ્રાઇવ ઉપર મળવાનું થતું. સાથે ફરતાં ફરતાં સાહિત્ય, પત્રકારત્વ, રાજકારણ કે મુંબઈના જૈન જગતની પ્રવૃત્તિઓ વિશે ઘણી વાતો નીકળતી. સોપાન જેવા પીઢ અને અનુભવી લેખક-પત્રકાર પાસેથી ત્યારે એમની પ્રસંગસભર અનુભવવાણી સાંભળવા મળતી, તથા યથાયોગ્ય માર્ગદર્શન મળતું.
યુવાનવયે જ “જન્મભૂમિ' જેવા દૈનિકનું તંત્રીપદ મળતાં પોતાની બાહોશી, સમજણ, સ્વતંત્ર વિચારશક્તિ, નીડર અને નિખાલસ અભિવ્યક્તિ ઇત્યાદિને કારણે સોપાનને રાજદ્વારી, સાહિત્યિક વગેરે ક્ષેત્રોની અનેક નામાંકિત વ્યક્તિઓના બહોળા સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. એમની સાથેની વાતચીત પરથી આ વાતની તરત પ્રતીતિ થતી.
નિવૃત્તિનાં વર્ષોને સોપાને મઘમઘતાં બતાવ્યાં હતાં. લેખનપ્રવૃત્તિ તો ચાલુ જ હતી. પણ અનેક વ્યક્તિઓ સાથેના મૃદુતાભર્યા–મમતાભર્યા સંબંધોને લીધે તેમનું પશ્ચાતું જીવન પણ ભર્યું ભર્યું બન્યું હતું. એમની એક દીકરી દિલ્હીમાં રહે, અને બે દીકરીઓ વડોદરામાં રહે. એટલે દિલ્હી અને વડોદરાની એમની અવરજવર ઘણી વધી હતી. દીકરીઓ પણ માતા-પિતાની પૂરી સંભાળ રાખે. વડોદરાની બંને દીકરીઓ સાથે વધુ સમય ગાળી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org