________________
૧૭ મોહનલાલ મહેતા – સોપાન
મોહનલાલ મહેતા – “સોપાન' આપણા એક સ્વાતંત્ર્યસેનાની, નીડર પત્રકાર, સંસ્કારલક્ષી સારસ્વત, રાજદ્વારી સમીક્ષક અને સંવેદનશીલ ચિંતક હતા. ૭૪ વર્ષની વયે વડોદરામાં એમનું અવસાન થયું હતું.
- સ્વ. સોપાનની કેટલીક નવલકથાઓ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન મેં વાંચી હતી. સ્વાતંત્ર્યસંગ્રામ ત્યારે ચાલુ હતો. સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ભાવનાને પોષક એવું લખાણ વાંચવું ત્યારે સૌ કોઈને ગમતું. સોપાન પ્રત્યે ત્યારથી મનમાં આદર બંધાયો હતો. ૧૯૪૮માં બી.એ.ની પરીક્ષા આપીને તરત હું “સાંજ વર્તમાન” નામના દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયો હતો. એ સમય દરમિયાન પત્રકારત્વના નાતે સોપાનને કેટલીક વાર મળવાનું થતું, પરંતુ તે ઘણુંખરું ઔપચારિક મિલન રહેતું. ત્યારે સોપાનની પત્રકારત્વની કારકિર્દીનો મધ્યાહ્ન તપતો હતો. હું ત્યારે નવો શિખાઉ પત્રકાર હતો.
સ્વ. સોપાન અને લાભુબહેન સાથે ઘનિષ્ઠ પરિચય થયો ૧૯૫૫ પછી. પત્રકારત્વનું ક્ષેત્ર છોડી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે હું જોડાયો ત્યારે સોપાનની ત્રણે પુત્રીઓ અનુક્રમે વર્ષા, ગીતા અને રૂપા ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવી હતી. ત્રણે ભણવામાં બહુ હોશિયાર હતી અને ગુજરાતીના વિષયમાં પ્રથમ નંબર રાખનારી હતી, કારણ કે ઘરનું વાતાવરણ જ ભાષા અને સાહિત્યના સંસ્કારથી સમૃદ્ધ હતું. ત્રણે બહેનોને પત્રકારત્વની તાલીમ ઘરમાંથી જ મળી હતી. સોપાનનું કુટુંબ એટલે પત્રકાર કટુંબ. સોપાનને ઘેર કોઈ પ્રસંગ હોય ત્યારે પોતાની દીકરીઓના પ્રોફેસર તરીકે અચૂક મને સંભારતા, નિમંત્રણ મોકલાવતા, ટેલિફોન પણ કરતા. ત્યારથી અમારો અંગત પરિચય વધ્યો હતો. સોપાન અમારી કૉલેજના પ્રાધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા અને પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરીના અંગત મિત્ર હતા. કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળ તરફથી ક્યારેક સોપાનનું વ્યાખ્યાન યોજાતું ત્યારે તેઓ નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી અચૂક આવતા અને વિદ્યાર્થીઓને પોતાની લાક્ષણિક ઢબે વિષયની હળવી રજૂઆત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org