________________
૧૬
મૂળશંકર મો. ભટ્ટ
મૂળશંકર મો. ભટ્ટ એટલે દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટે તૈયાર કરેલા તેજસ્વી શિષ્યોમાંના એક અગ્રગણ્ય શિષ્ય. નાનાભાઈ ભટ્ટની જેમ એમણે પણ પોતાનું જીવન કેળવણીના ક્ષેત્રે સમર્પિત કરી દીધું હતું. શાળા-કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો ત્યારે ‘સાહસિકોની સૃષ્ટિ', ‘સાગર-સમ્રાટ’, ‘પાતાળપ્રવેશ', ‘મહાન મુસાફરો’, ‘એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા', ‘ખજાનાની શોધમાં’, ‘નાનસેન’ વગેરે એમનાં સાહસસફરનાં પુસ્તકોએ મને બહુ આકર્યો હતો.
મૂળશંકરભાઈનો જન્મ ઈ. ૧૯૦૭માં થયો હતો. એમણે ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને ત્યાર પછી અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. ગાંધીજીના સમયમાં દક્ષિણામૂર્તિ અને ગૂજરાત વિદ્યાપીઠ જેવી સ્વરાજ્યલક્ષી, સંસ્કારલક્ષી, સ્વાયત્ત વિદ્યાસંસ્થામાં પાયાની કેળવણી જેમને મળી હોય એવી વ્યક્તિઓની ત્યારે ભાત જ અનોખી રહેતી. ખાદીનું પહેરણ અને ખાદીનું ધોતિયું એવો સાદો પહેરવેશ ધરાવનાર મૂળશંકરભાઈ સંગીતનો વિષય લઈ સ્નાતક થયા હતા. આરંભમાં એમણે મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં સંગીતના શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. ત્યાર પછી એમણે ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં, ભાવનગરની ‘ઘર-શાળા’માં, આંબલાની ‘ગ્રામ દક્ષિણામૂર્તિ'માં, સણોસરાની ‘લોકભારતી’માં અને ‘લોકમહાવિદ્યાલય’માં શિક્ષક, ગૃહપતિ, અધ્યાપક કે આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળીને અનેક વિદ્યાર્થીઓના સંસ્કાર-ઘડતરમાં, જીવનચણતરમાં ઘણું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ૧૯૬૫માં તેઓ નિવૃત્ત થયા હતા અને ૧૯૮૪માં ૭૭ વર્ષની વયે એમનું અવસાન થયું હતું.
મૂળશંકરભાઈનું બધું જ પ્રવાસ-સાહિત્ય તો શાળા-કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો ત્યારે વાંચ્યું હતું, પરંતુ તેમને પ્રત્યક્ષ મળવાનું તો થયું ઈ. સ. ૧૯૬૧માં લોકભારતી-સણોસરામાં ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન યોજાયું હતું ત્યારે. અધ્યાપક સંમેલનમાં ભાગ લેવા હું અને મારાં પત્ની ગયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org