________________
८८
વંદનીય હૃદયસ્પર્શ
જ્યારે રેક્ટર જી. ડી. પરીખે બતાવ્યું કે યુનિવર્સિટીના નિયમોમાં લેખિત વ્યાખ્યાનો આપવાનું કોઈ બંધન નથી ત્યારે તેમણે એ પુરસ્કાર સ્વીકારેલો.
એક વખત મારે ઘરે હતા ત્યારે કોઈ સંસ્થાએ એમને ઘણાંબધાં પુસ્તકો ભેટ આપ્યાં. મોટાં બંડલો થયાં. અમદાવાદ જવાના હતા ત્યારે મને કહ્યું, “૨મણભાઈ ! આપણે સ્ટેશને અડધો કલાક વહેલાં પહોંચવું છે. સામાનનું વજન કરાવવું છે.” મેં કહ્યું, “ફર્સ્ટ ક્લાસમાં આટલો સામાન તો લઈ જઈ શકાશે.’’ એમણે કહ્યું, “છતાં શંકામાં ન રહેવું. એક કિલો જેટલું વજન વધારે હોય તો ભલે કોઈ આપણને કંઈ ન પૂછે; પણ અજાણતાં આપણે મનથી તો ગુનેગાર થઈએ. માટે વજન કરાવીને જ જવું છે.”
ઉમાશંકર જ્યારે મળે ત્યારે પ્રવાસની ઘણી વાતો નીકળે. તેઓ દરેક વખતે મને ટકોર કરે કે પ્રવાસનાં અનુભવો-સંસ્મરણો તરત લખી લેવાં જોઈએ. પ્રવાસ-અનુભવો લખવાની બાબતમાં પોતાનો જ દાખલો આપતાં તેમણે કહ્યું કે “જુઓને ! મારા પોતાના પ્રવાસનાં સંસ્મરણો લખવાનું કેટલાં બધાં વર્ષોથી ઠેલાતું જાય છે !’’ યુરોપના પ્રવાસેથી હું અને મારાં પત્ની પાછાં ફર્યાં હતાં અને ત્યાર પછી એમની જ ભલામણથી મારે ઑસ્ટ્રેલિયા જવાનું થયું હતું. ત્યારે એમણે તરત મને તા. ૧૬-૭-’૭૭ના પત્રમાં લખ્યું હતું કે ‘“ ‘પ્રબુદ્ધ જીવન'માં તમારા સુખરૂપ પાછા ફર્યાના વિગતે સમાચાર વાંચી પ્રસન્નતા થઈ. બધાં ખૂબ ખૂબ જર્જાતા, મનથી ને ચિત્તથી થયાં હશો ! તમે તો તરત પૂર્વ તરફ પ્રવાસે ચાલ્યા. પ્રવાસવર્ણનો ટૂંકાં પણ તરત લખી દેવાં સારાં. પછી રહી જાય છે, ઘણી વાર તો નવા પ્રવાસ ખેડવામાં.’’ ‘પાસપોર્ટની પાંખે’ અને ‘પ્રદેશે જયવિજયના’ એ બે મારાં પ્રવાસ-પુસ્તકોના લેખનમાં આ રીતે ઉમાશંકરની પ્રેરણા રહેલી છે.
એક વખત હું ઉમેદભાઈ મણિયારને મળવા ગયો ત્યારે ‘સંસ્કૃતિ'ની વાત નીકળી. તેમણે મને કહ્યું, “ ‘સંસ્કૃતિ’ બંધ કરવાનો વિચાર ઉમાશંકર કરે છે, કારણ કે ગ્રાહકો બહુ જ ઓછા છે. ‘સંસ્કૃતિ’ માટે આપણે મુંબઈથી બસો-ત્રણસો નવા ગ્રાહકો જો ક૨ી આપીએ તો ‘સંસ્કૃતિ’ને વાંધો ન આવે.’ એ માટે મારાથી બનતી સહાય કરવાનું અને બાર મહિનામાં કેટલાક સખાવતી ભાઈઓની સહાયથી બસો જેટલા નવા ગ્રાહકોનું લવાજમ ભરાવી આપવાનું મેં વચન આપ્યું અને એ દિશામાં કેટલુંક કામ પણ કર્યું. ત્યારપછી ઉમાશંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org