________________
ઉમાશંકર જોશી
૮૯
CL
જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મારા ઘરે એમની પાસે મેં અને ઉમેદભાઈએ તે માટે પ્રસ્તાવ મૂક્યો. ઉમાશંકરે તે માટે સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું, ‘સંસ્કૃતિ’ને મારે આવી રીતે જિવાડવું નથી. ‘સંસ્કૃતિ’ પોતાનું ભાગ્ય હશે ત્યાં સુધી ચાલશે. ‘સંસ્કૃતિ’ બંધ થાય તેથી મને કંઈ ક્ષોભ થશે નહિ. મેં ઘણાં વર્ષ સુધી એકલે હાથે ચલાવ્યું છે. જીવનના અંત સુધી એ ચલાવવું જ જોઈએ એવો આગ્રહ શા માટે રાખવો ? ‘સંસ્કૃતિ' એ Mass માટેનું નહિ, પણ Class માટેનું સામયિક છે. એટલે એના ગ્રાહકો ઓછા જ હોવાના એ તો પહેલેથી જ, એ શરૂ કર્યું ત્યારથી જ નક્કી હતું. એટલે ‘સંસ્કૃતિ’ બંધ થાય તે માટે અફસોસ કરવાનો ન હોય.’” ‘સંસ્કૃતિ’ ચલાવવા માટેના તેમના આવા નિસ્પૃહ અને મમત્વમુક્ત વિચારો જાણ્યા પછી અમારે વિશેષ કંઈ કહેવાનું રહ્યું નહિ. ‘સંસ્કૃતિ’ના નવા ગ્રાહકો બનાવવાની યોજના મેં અને ઉમેદભાઈએ ઉમાશંકરના કહેવાથી પડતી મૂકી હતી.
મુંબઈમાં આવે ત્યારે ઉમાશંકર ગમે તેટલાં રોકાણોમાં વ્યસ્ત હોય તો પણ ઉમેદભાઈ મણિયારને મળવા માટે અચૂક સમય કાઢે. એક વખત મારા ઘરે જ્યારે ઊતર્યા હતા ત્યારે એક કાર્યક્રમમાંથી પાછાં ફરતાં અમને લગભગ રાતના અગિયાર વાગી ગયા હતા. રસ્તામાં તેમણે મને કહ્યું, “આપણે ઉમેદભાઈના ઘરે જઈશું ? તમને મોડું તો નથી થતું ને ?’’
મેં કહ્યું, “ના, મને મોડું નથી થતું. પરંતુ અગિયાર વાગી ગયા છે અને એમના ઘરે પહોંચતાં સાડા અગિયાર થશે. તેઓ સૂઈ ગયા હશે.’
ઉમાશંકરે કહ્યું, ‘“ઉમેદભાઈ સામાન્ય રીતે વહેલાં સૂતા નથી. અને સૂઈ ગયા હશે તો આપણે એમને ઉઠાડીશું. મિત્ર તરીકે એટલો આપણને હક્ક છે.”
અમે ઉમેદભાઈના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ પથારીમાં આડા પડ્યા હતા. જાગતા હતા. ઘરની લાઇટ ચાલુ હતી. ઉમાશંકરને જોઈને ઉમેદભાઈ તરત બેઠા થયા. ઉત્સાહમાં આવી ગયા. પરસ્પર વાતો ચાલી. વિદ્યાબહેને અમારા માટે ચા મૂકી. લગભગ દોઢ કલાક વીતી ગયો. મિનિટે મિનિટે ખડખડાટ હસવાનું થાય એ તો ખરું જ, પરંતુ ઉમેદભાઈ અને ઉમાશંકર બંને પોતાના તદ્દન નિખાલસ અભિપ્રાયો પણ વ્યક્ત કરે, જાણે બંનેને પોતાના મનની વાત કશી જ છુપાવવાની ન હોય. કટાક્ષ પણ કરે. આ બે મિત્રોનું આવું નિખાલસ મિલન મારા માટે નવું હતું. બંને વડીલો સાથે પૂરી આત્મીયતા હતી. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org