________________
૧૧
ઉમેદભાઈ મણિયાર
ઉમેદભાઈ મણિયાર વિદ્વત્તાપૂર્ણ, કવિતારસિક, સંગીતપ્રિય, તત્ત્વચિંતક, શાંત એવી એક અનોખી પ્રતિભા. ૭૫ વર્ષની ઉંમરે મુંબઈમાં એમનું અવસાન થયું હતું.
ઉમેદભાઈ મણિયાર સાથે એમની નિવૃત્તિનાં વર્ષોમાં મારે વધુ નિકટના પરિચયમાં આવવાનું થયું હતું. આમ તો એમના પ્રથમ પરિચયમાં આવવાનું બન્યું હતું ઈ. સ. ૧૯૪૪માં, જ્યારે એમને ગીતો ગાવા માટે અમે વિદ્યાર્થીઓએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં નિમંત્રણ આપ્યું હતું. એ દિવસોમાં પ્રો. ઉમેદભાઈ મણિયારની મુંબઈના પ્રતિષ્ઠિત ગુજરાતી ગાયકોમાં ગણના થતી હતી. સ્થળે સ્થળે જુદી જુદી સંસ્થાઓ તરફથી એમનાં મધુર ગીતોનો કાર્યક્રમ યોજાતો અને “ઓ પ્રેમનગરના રાજા, તારા ક્યાં આવ્યા દરવાજા?” કે “મારી પ્રિયાને જઈને કહેજો મારો આટલો સંદેશ” કે “ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ” જેવાં પ્રેમગીતો સાંભળવા માટે મુંબઈનો યુવાન વર્ગ ઉમેદભાઈ પાછળ ઘેલો બન્યો હતો. રેડિયો ઉપર પણ ઉમેદભાઈનાં ગીતો વખતોવખત રજૂ થતાં. એમનાં ગીતોની રેકર્ડ લાવીને લોકો ઘરે વગાડતા. અમારી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં કોઈ કોઈ વખત ઉમેદભાઈ ભજનો ગાવા પધારતા. ગીત-સંગીત એ ઉમેદભાઈની શોખની પ્રવૃત્તિ હતી. તેમનો વ્યવસાય તો અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકેનો હતો. સાહિત્યક્ષેત્રે વાર્તાકાર તરીકે એમણે સ્થાન મેળવ્યું હતું. એમનો વાર્તાસંગ્રહ “પાંખ વિનાનાં' પ્રગટ થયો હતો.
મુંબઈની કર્વે કૉલેજ અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે તેમણે, નિવૃત્ત થયા ત્યાં સુધી કાર્ય કર્યું. કૉલેજમાં તેઓ વાઇસ પ્રિન્સિપાલના પદ સુધી પહોંચ્યા હતા. યુનિવર્સિટીની ઘણી મહત્ત્વની સમિતિઓમાં એમણે કામ કર્યું હતું.
ઉમેદભાઈ સાથે મારો વિશેષ પરિચય તો હું સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક થયો ત્યારથી થયો. મારા પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરીના તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org