________________
૮૧
ઉમાશંકર જોશી ઉમાશંકરની પ્રકૃતિ ત્યારે હજુ વિકસી ન હતી, એટલે પત્રનો તરત જવાબ આપતા અને વિગતે સલાહ-સૂચનો આપતા, કારણ કે સૉનેટ એમનો એક પ્રિય કાવ્યપ્રકાર હતો. એ પત્રવ્યવહારથી ઉમાશંકર સાથે પરિચય થયો હતો, પરંતુ રૂબરૂ મળીને વાતો કરવાનો પ્રસંગ હજુ ત્યારે સાંપડ્યો નહોતો.
ઉમાશંકર સાથે મારે વ્યક્તિગત અંગત પરિચય તો વડોદરામાં મળેલા લેખક-મિલન વખતે ઈ. સ. ૧૯૫૦માં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે હું પ્રથમ નંબરે આવેલો અને તે પછીથી ખબર પડેલી કે અમારા પરીક્ષકોમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને વિજયરાય વૈદ્ય સાથે ઉમાશંકર જોશી પણ હતા. લેખકમિલનમાં મેં મારો પરિચય આપ્યો ત્યારે પરીક્ષાના પરિણામની એમણે જ વાત કાઢેલી અને લેખકમિલનના કાર્યક્રમના છેલ્લા દિવસે ચાંદોદમાં રાત્રે નદીકિનારે મળેલી સભામાં બધાનો પરિચય ઉમાશંકરે કરાવ્યો તે વખતે નવા એમ.એ. થયેલા યુવાનોમાં નિરંજન ભગત અને મારો પરિચય કરાવેલો. એ વખતે સો-સવાસો જેટલા લેખકોનો ઉમાશંકરે વિગતે પરિચય કરાવ્યો હતો. તે ઉપરથી તેમની અદ્ભુત સ્મરણશક્તિની પ્રત્યક્ષ પ્રતીતિ બધાને થઈ હતી.
વડોદરાના સંમેલન પછી ઉમાશંકરને મુંબઈમાં અને અમદાવાદમાં વારંવાર મળવાનું થતું. મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા આવેલા અને પરમાનંદભાઈ કાપડિયાને ત્યાં ઊતરેલા ત્યારે એમની સાથે ગાઢ પરિચય થયેલો. મારાં પત્નીએ ત્યારે સોફિયા કોલેજમાં એમનું વ્યાખ્યાન પણ ગોઠવેલું.
સાહિત્ય પરિષદના નડિયાદના સંમેલન વખતે, મુનશી પાસેથી સાહિત્ય પરિષદ લેવાના આંદોલન વખતે મુનશી સાથેની વાટાઘાટમાં ઉમાશંકર વધુ પડતો ગુસ્સો કરી બેઠેલા એ ત્યાં ચર્ચાનો વિષય થઈ ગયેલો. એમના ગુસ્સા વિશે પછીથી મિત્રોએ ટકોર કરેલી. ઉમાશંકરની યુવાનીનો એ આક્રોશ સાહિત્ય પરિષદને છોડાવવા માટેનો હતો. નડિયાદમાં સદ્ભાગ્યે
સ્નાબહેનની સાથે એક જ રૂમમાં મારાં પત્ની તારાબહેનને ઉતારો મળ્યો હતો. એથી જ્યોત્નાબહેન સાથે ઘણી અંગત વાતો થયેલી. ઉમાશંકરને નાની ઉંમરે ક્ષયરોગની અસર થયેલી અને તે માટે ઉમાશંકરે કેટલી બધી કાળજી રાખીને એ રોગ મટાડેલો તેની વાત જ્યોસ્નાબહેને કહેલી. વળી ચિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org