________________
૮૩
ઉમાશંકર જોશી અધ્યાપક તરીકે એક વર્ષ ભણાવવાનું થયું હતું. અમદાવાદમાં એક વર્ષના તે નિવાસ દરમિયાન ઉમાશંકરને મળવા એમના આંબાવાડીના નિવાસસ્થાને ઘણી વાર જતો. ત્યારે ઉમાશંકર એટલા વ્યસ્ત નહોતા. વળી હું રોજ સાંજે પં. સુખલાલજી પાસે એમને જે કંઈ વાંચવું હોય તે વાંચી આપવા માટે જતો. ઉમાશંકર પણ એમને મળવા માટે વખતોવખત આવતા. અને એ રીતે એમની સાથે સારી સાહિત્યગોષ્ઠિ થતી. ગુજરાતી સાહિત્ય પરિષદ મુનશી પાસેથી લઈ લેવા માટે જે આંદોલન થયેલું તેમાં પહેલી સહી પં. સુખલાલજીની હતી. તે સમયે પંડિતજીના સાંનિધ્યમાં ઘણી વાટાઘાટો થતી તથા પરિષદ મુનશી પાસેથી લેવાયા પછી તેના નવા બંધારણની ચર્ચાઓ પંડિતજીની હાજરીમાં થતી. એ વખતે ઉમાશંકર, ઝીણાભાઈ, યશવંત શુક્લ, જયંતી દલાલ વગેરેની વિચારધારા કેવી છે તેનો પ્રત્યક્ષ પરિચય થયેલો. ત્યારે હજુ ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ સ્થાન સ્વીકારેલું નહિ. ભો. જે. વિદ્યાભવનમાં માનાર્ડ અધ્યાપક તરીકે તેઓ કામ કરતા અને એકંદરે તેઓ “સંસ્કૃતિ' ચલાવવામાં અને સાહિત્યલેખનમાં પોતાનો બધો સમય ઉપયોગમાં લેતા.
ઉમાશંકરે પારિતોષિક-એવૉર્ડ વગેરે સ્વીકાર્યા છે અને તેના સમારંભોમાં હાજરી આપી છે, પરંતુ પોતાનાં પચાસ, સાઠ કે પંચોતેર વર્ષ નિમિત્તે જન્મ મહોત્સવ ઊજવવાની સંમતિ ક્યારેય આપી નથી. તેમને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે, સાઠ વર્ષ પૂરાં થયાં ત્યારે, સિત્તેર વર્ષ પૂરાં થયાં ત્યારે અને છેલ્લે પંચોતેર વર્ષ પૂરાં થયાં ત્યારે દરેક વખતે તે તે ઊજવવા માટે દરખાસ્ત લઈને કેટલાક સાહિત્યકારો તેમની પાસે ગયા હતા, પરંતુ તેનો તેમણે ક્યારેય સ્વીકાર કર્યો નહોતો. એમનો એ નિર્ધાર એમના અભિજાત સંસ્કારનો દ્યોતક છે. વળી તેઓ અન્ય લેખકો માટેની એવા પ્રકારની માત્ર ઉંમર સાથે સંકળાયેલી ઉજવણીના કાર્યક્રમમાં કોઈ સ્થાન સ્વીકારીને ભાગ લેતા નહિ. (અપવાદરૂપ ચન્દ્રવદન મહેતાનો અમૃત મહોત્સવ.) કેટલાંય વર્ષ પહેલાં મુંબઈના એક સાહિત્યકારને પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે તેમની ઉજવણીના કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ઉમાશંકર પધારશે એવી જાહેરાત થઈ હતી. એ દિવસોમાં મારે માઉન્ટ આબુ જવાનું થયું હતું. ત્યાં એક દિવસ બસ સ્ટેન્ડ પાસે ઉમાશંકર અચાનક મળી ગયા. થોડી વાતચીત થઈ. છૂટા પડતી વખતે મેં એમને કહ્યું, “હવે મુંબઈમાં ... ની પ૦ વર્ષની ઉજવણી પ્રસંગે તમે પ્રમુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org