________________
૭૮
વંદનીય હૃદયસ્પર્શ લેખો સાચી અનુભૂતિમાંથી જન્મ્યા હતા. તેઓ કથાઓ લખતા, પરંતુ કથાના રહસ્યને પોતાના જીવનમાં પ્રથમ ઉતારતા. તેઓ ઊંડી આધ્યાત્મિક ખોજમાં લીન રહેતા. તેઓ જીવન અને મૃત્યુની બાબતમાં સ્વસ્થ અને સમદર્શી રહેવાનો પ્રયાસ કરતા. મૃત્યુ એ એક સ્વાભાવિક ઘટના તેમને માટે હતી અને એથી જ તેઓ તેને માટે સજ્જ રહેતા. તેમના જીવનમાં વિવિધ આધ્યાત્મિક પાસાંઓનો તેમના અંગત સંપર્કમાં આવનારને પરિચય થતો. વ્યવહારમાં તેઓ સૌજન્યની મૂર્તિ હતા, અને તેમના સંપર્કમાં થોડા સમય માટે પણ જેઓ આવ્યા હશે તેમને એમના સૌજન્યની સુવાસનો પરિચય થયા વગર રહ્યો નહિ હોય. આવા એક ઊર્ધ્વગામી આત્માએ જીવન પૂર્ણ કરી, દેહ છોડી ઊર્ધ્વગમન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org