________________
૭૦
વંદનીય હૃદયસ્પર્શ ફરવા આવ્યા હોય. એટલે સમયનું અમને બંનેને બંધન રહેતું નહિ. અમે ચોપાટી પર રહેતાં એટલે મહિને-બે મહિને એકાદ વખત તેઓ અચાનક સાંજે ઘરે આવી ચડ્યા હોય. મારી સાહિત્યિક પ્રવૃત્તિમાં તેઓ પૂરો રસ લેતા. નવનીત-સમર્પણ'માં પ્રગટ થયેલા “પાસપૉર્ટની પાંખે'ના પ્રવાસ-લેખો હોય કે “પ્રબુદ્ધ જીવન’નો લેખ હોય, તે વાંચીને તેઓ પોતાનો પ્રતિભાવ રૂબરૂ કે ફોન પર જણાવતા.
ઉમેદભાઈએ જીવનના ઉત્તરાર્ધમાં “ગુજરાતી કવિતા ઉપર અંગ્રેજી ભાષાની અસર' એ વિષય ઉપર એક વિદ્વત્તાપૂર્ણ શોધનિબંધ તૈયાર કર્યો હતો, જે માટે તેમને પીએચ.ડી.ની ડિગ્રી મળી હતી. આ શોધનિબંધમાં એમણે કયા કયા ગુજરાતી કવિએ કઈ કઈ અંગ્રેજી કવિતામાંથી છાયા ઝીલી છે તે સરસ રીતે બતાવ્યું છે. આવો ઉત્તમ શોધનિબંધ લખવા છતાં ગુજરાતમાં તેને જેટલી પ્રસિદ્ધિ મળવી જોઈએ તેટલી મળી નહિ તેનો તેમના મનમાં રંજ હતો, કારણ કે એક યુનિવર્સિટીએ આ શોધનિબંધ છાપ્યો અને યુનિવર્સિટીઓના તંત્રમાં વેચાણની ગરજ ન હોવાથી તથા ભેટ-ગ્નકલો આપવાની પ્રથા ન હોવાથી સાહિત્ય-જગતમાં એ ગ્રંથનો જેટલો પ્રચાર થવો જોઈએ તેટલો થયો નહિ. ગુજરાતી વિષય ભણાવતા અડધાથી વધુ અધ્યાપકોને પોતાના ક્ષેત્રના આ શોધ-નિબંધની ખબર નહિ હોય એમ તેઓ ક્યારેક કહેતા.
“Buddhism - an Introduction' નામનું એક નાનકડું પુસ્તક મેં લખ્યું ત્યારે ભાષાની દૃષ્ટિએ તે જોઈ, તપાસી આપવા માટે મેં ઉમેદભાઈને વિનંતી કરી હતી. તેમણે ખૂબ પ્રેમપૂર્વક ઝીણવટથી એ કાર્ય કરી આપ્યું હતું, જે માટે હું એમનો બહુ ઋણી રહીશ.
ઉમેદભાઈના ઘરે જયારે મળવા જવાનું થાય ત્યારે મુ. ઉમાશંકરભાઈની વાત અચૂક નીકળે જ. ઉમાશંકરભાઈનું પરિભ્રમણ સતત ચાલતું હોય અને પત્રોના જવાબ તેઓ જવલ્લે જ કોઈકને લખતા હોય એટલે ઉમાશંકરભાઈ
ક્યાં હશે એની છેલ્લામાં છેલ્લી માહિતી જોઈતી હોય તો તે ઉમેદભાઈ પાસેથી મળે. ઉમાશંકરભાઈની તમામ પ્રવૃત્તિઓથી તેઓ સતત માહિતગાર હોય. ઉમાશંકરભાઈ અને ઉમેદભાઈ વચ્ચે યુવાન વયે બંધાયેલી સ્નેહની ગાંઠ ઉત્તરોત્તર વધુ ગાઢ થતી રહી હતી. મુંબઈમાં ઘણાં વર્ષો સુધી ઉમાશંકરભાઈ ઉમેદભાઈના ઘરે ઊતરતા. બીજા મોટા ઘરે ઊતરવાનું નિમંત્રણ હોય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org