________________
૫૨
વંદનીય હૃદયસ્પર્શ
આપી દેશે, કારણ કે સમિતિઓમાં રહેવા માટે મોટા મોટા માણસો પણ પ્રયત્નો
કરતા હતા.
ફિલ્મો તો ઝાલાસાહેબ જોતા જ નહિ, અને આંખની જાળવણીની પણ ચીવટ હતી એટલે ફિલ્મ સેન્સર બૉર્ડમાં સભ્ય તરીકે પોતાની નિમણૂકને એમણે એક વા૨ તો નકારેલી, ને વર્ષો પછી ફરી દબાણપૂર્વક એ અંગે પ્રસ્તાવ આવ્યો ત્યારે ય, વારંવા૨ ફિલ્મ જોવાથી જો પોતાની આંખને તકલીફ પડતી લાગે તો પોતે તુરત છૂટા થઈ જવાના સંકલ્પ સાથે જ એ સ્વીકાર્યો હતો.
અ
પોતાના લેખો કે પુસ્તકોના પ્રકાશન માટે પણ ઝાલાસાહેબ જરાય ઉત્સુકતા દાખવતા નહિ. સહજ રીતે જે થાય તે થવા દે. ‘કાલિદાસ સ્ટડી' નામનું યુવાન વયે લખેલું એમનું એક પુસ્તક વિદ્વાનોની પ્રશંસા પામેલું. રામાયણના સુંદર કાંડની અધિકૃત વાચનાનું એમનું સંપાદન પણ આદર પામ્યું હતું. અંગ્રેજી અને ગુજરાતીમાં સંશોધન-વિવેચન પ્રકારના ઘણા લેખો એમણે લખેલા, પણ એને ગ્રંથસ્થ કરવાના પ્રકાશકોના પ્રસ્તાવોમાં એમણે રસ લીધો નહોતો. અંતે એમના અવસાન બાદ. પ્રો. ઝાલા સ્મારક સમિતિએ ‘નીરાજના’, ‘અક્ષરા', ‘Asvina in the Rgveda' વગેરે એમના લેખોનાં પુસ્તકો સંપાદિત કરીને પ્રગટ કર્યાં હતાં.
મુંબઈના જૈન યુવક સંઘ દ્વારા મોટા પાયે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ પં. સુખલાલજી પછી સર્વાનુમતે ઝાલાસાહેબને અપાયેલું અને દસ વર્ષ સુધી એમણે એ સંભાળ્યું. પછી એમણે જાતે જ બહુ લાંબા સમય સુધી આવા પદ પર રહેવામાં પોતે માનતા નથી એમ કહીને જવાબદારીમાંથી મુક્તિ માગેલી. પણ યુવક સંઘે એમને એ સ્થાને ચાલુ રહેવા આગ્રહ જારી રાખ્યો, એટલે જાણે એમાંથી મુક્ત થવા જ પર્યુષણ વ્યાખ્યાનમાળા આવે એ પહેલાં જ એમનું અવસાન થયું હતું.
પોતાના ૬૫ વર્ષના આયુમાં તેઓ માંદા પડ્યા હોય એવું બન્યું નથી. આંખ અને પગની તકલીફને એમણે કદી પોતાનાં કાર્યોમાં આડે આવવા દીધી નથી. છેલ્લે તેઓ વડોદરા યુનિવર્સિટીની એક મિટિંગમાં ગયા હતા ત્યારે એકાએક છાતીમાં સખત દુખાવો ઊપડેલો. જોકે એ તુરત શમી પણ ગયેલો છતાં મુંબઈ આવી એમણે એ અંગે તપાસ કરાવી. ત્યારે ચિંતાજનક કોઈ કારણ જણાયું નહોતું. કૉલેજમાં પણ દાદરોની ચડઊતર કરી તેઓ વર્ગ લેવા જતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org